Home /News /entertainment /Gahena Vasisth: કેવી રીતે શૂટ કરાય છે ન્યૂડ ફોટો અને વીડિયો, ખોલ્યું પડદા પાછળનું રહસ્ય
Gahena Vasisth: કેવી રીતે શૂટ કરાય છે ન્યૂડ ફોટો અને વીડિયો, ખોલ્યું પડદા પાછળનું રહસ્ય
Photo-@gehana_vasisth
ગહના વશિષ્ઠ (Gehana Vasisth)એ ઇન્સ્ટાગ્રામ પર તેની બે તસવીર શેર કરી છે. જેમાં તેણે જણાવ્યં છે કે, આ તસવીરની શૂટિંગ કેવી રીતે થાય છે. ગહના વશિષ્ઠ અનુસાર કોઇ વગર કપડાંમાં શૂટિંગ કરવા માટે તેને કે કોઇપણ મોડલને કોઇ જ પ્રકારની જબરદસ્તી નથી કરતું.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોર્નોગ્રાફી મામલે મોડલ ગહના વશિષ્ઠ (Gehana Vasisth) ચર્ચામાં છે. રાજ કુન્દ્રા મામલે (Raj Kundra Case) પણ તેનું નામ જોડાયલેું છે. હવે તેણે સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરી છે. જેમાં તેણે તેનાં ફેન્સને જણાવ્યું છે કે, ન્યૂડ ફોટોઝ અને વીડિયોઝ કેવી રીતે શૂટ થાય છે. ગહના વશિષ્ઠ અનુસાર કોઇ વગર કપડાંમાં શૂટિંગ કરવા માટે તેને કે અન્ય કોઇ મોડલને કોઇ જ પ્રકારની જબરદસ્તી નથી કરતું.
ગહના વશિષ્ઠ (Gehana Vasisth)એ ઇન્સ્ટાગ્રામ પર તેની બે તસવીર શેર કરી છે સાથે જ જણાવ્યું છે કે, આ તસવીરની શૂટિંગ કેવી રીતે થઇ છે. ફોટો શેર કરી ગહનાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'હયાત રીજેન્સીમાં આ પ્રકારની તસવીર શૂટિંગ કરતાં સમયે અમે આશરે 20 લોકો હતો. મારું કોઇ યૌન શોષણ નથી થયું. ન તો હું નશામાં હતી કે ન તો મે સેટ પર કોઇ જ્યુસ પીધુ હતું., હું સંપૂર્ણ હોશમાં હતી. હું એક રિક્ષાથી સેટ પર ગઇ હતી અને બીજી ઓટોથી સુરક્ષિત ઘરે પરત આવી હતી. મને મારુ વેતન પણ મળી ગયુ હતું. સૌથી મહત્વપૂર્ણ વાત કે હું 18 વર્ષથી વધુની છું અને એક રેગ્યુલર આર્ટિસ્ટ છું તો પ્લીઝ દોઢ વર્ષ અને તેનાંથી વધુ સમય બાદ મારા પ્રોડ્યુસર પર કલમ 370, 376 અને 354નો આરોપ ન લગાવતા.'
ગહના વશિષ્ઠ (Gehana Vasisth) આગલ લખે છે કે, 'નોટ- જો આપમાંથી કોઇને મારી પોસ્ટથી પરેશાની છે તો, મને સહેલાઇથી બ્લોક કરી શકો છો. આ મારી વોલ છે. તો મને તેનાં પર કંઇ જ પોસ્ટ કરવાનો હક છે ધન્યવાદ.' આપને જણાવી દઇએ કે, આ પહેલાં ગહના વશિષ્ઠે મુંબઇ પોલીસ (Gehana Vasisth Mumbai Police) પર ગંભીર આરોપ લગાવ્યો હતો. ગહના વશિષ્ઠે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે ફાટેલાં કપડાંમાં દેખાતી હતી. તે આ માટે મુંબઇ પોલીસને ગુનેગાર ઠેરવી હતી. તેની તસવીરોની સાથે એક લાંબી પોસ્ટ પણ તેણે લખી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગહના વશિષ્ઠ (Hehana Vasisth)નાં મુંબઇ પોલીસે ફેબ્રુઆરી મહિનામાં પોર્ન ફિલ્મ બનાવવાનાં ગુનામાં અરેસ્ટ કર્યા હતાં. તે હાલમાં જામીન પર બહાર છે. તે રાજ કુન્દ્રાની ધરપકડ બાદ ચર્ચામાં આવી હતી. તે સમયે તેણે લોકોને ઇરોટિકા અને પોર્નનો વીડિયો ફરક સમજાવતી નજર આવી હતી. આપને જણાવી દઇએ કે, તે વેબ સીરિઝ 'ગંદી બાત'માં એક્ટ્રેસ તરીકે કામ કરી ચુકી છે.