એક્ટ્રેસ ગહના વશિષ્ઠની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, પૉર્ન રેકેટ ચલાવવાનો આરોપ

એક્ટ્રેસ ગહના વશિષ્ઠની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

વેબસાઇટ પર અશ્લીલ કંટેન્ટ અપલોડ કરવા મામલે શનિવારે બપોરે ગહના વશિષ્ઠ (Gehana Vasisth)ની પૂછપરછ કરવામાં આવી હતી આજે સવારે મુંબઇની કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોર્નોગ્રાફિક વીડિયો મામલે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી કરી છે. અલ્ટ બાલાજીની એડલ્ટ સીરિઝ 'ગંદી બાત'માં કામ કરી ચુકેલી એક્ટ્રેસ ગહેના વશિષ્ઠ (Gehana Vasisth)ને મુંબઇ ક્રાઇમ બ્રાંચ (Mumbai Crime Branch)ની પ્રોપ્રટી સેલ (Property Cell)એ ધરપકડ કરી લીધી છે. ગહના પર તેની વેબસાઇટ માટે પોર્ન વીડિયો શૂટ કરવાનો અને તેને અપલોડ કરવાનો આરોપ છે. તેને આજે મુંબઇની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે અન્ય મોડલ, સાઇડ એક્ટ્રેસ અને કેટલાંક પ્રોડક્શન હાઉસની ભાગીદારીની પણ તપાસ કરી રીહ છે. જેનાં પર એડલ્ટ ફિલ્મોનાં શૂટિંગ મોબાઇલ એપ અને વેબસાઇટ પર અપલોડ કરવાનો આરોપ છે.

  આ મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે. 'મિસ એશિયા બિકિની'નો તાજ જીતનારી ગહના વશિષ્ઠ (Gehana Vasisth)એ એડવર્ટાઇઝમેન્ટ, હિન્દી અને તેલુગુ સિનેમામાં કામ કર્યુ છે. વેબસાઇટ પર અશ્લીલ કન્ટેટ અપલોડ કરવાં મામલે શનિવારે બપોરે ગહનાની પૂછપરછ કરવામાં આવી હતી.  સૂત્રો મુજબ, ગહનાએ પોતાનું પ્રોડક્સન હાઉસ શરૂ કર્યું હતું. જ્યાં વેબ સીરીઝ અને સીરિયલનાં નામે પોર્નોગ્રાફી વીડિયો બનાવવામાં આવે છે અને તેને અપલોડ કરવામાં આવે છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી હતી. ગહનાને મળી ધરપકડ કરનારા લોકોની સંખ્યા 6 થઇ ગઇ છે.

  ટીઓઆઇની એક ખબર મુજબ, તેમણે 87 આપત્તિજનક અને અશ્લિલ વીડિયો શૂટ કર્યા છે અને પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યા છે. આ વેબસાઇટ પર કંટેન્ટ લેવા માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર હોય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીનાં જણાવ્યાં અનુસાર જે લોકોએ સબ્સક્રિપ્શન લીધુ છે તેમણે 2000 રૂપિયા ચૂકવવાનાં રહે છે. તેનાં દ્વારા ગહેના અને તેમની ટીમ ખુબ પૈસા કમાય છે.

  આ વેબસાઇટ વિરુદધ ત્રણ લોકોએ ફરિયાદ દાખલ કરી હતી. તેનાં પર આરોપ છે કે તેનાં પર જબરન પોર્ન ફિલ્મ માં કામ કરાવવામાં આવી રહ્યું છે. ગુરુવારનાં ક્રાઇમ બ્રાન્ચનાં પ્રોપર્ટી સેલે મલાડ સ્થિત મડ આઇલેન્ડ સ્થિત ગ્રીન પાર્ક પર રેડ પાડી હતી. આ રેડમાં પોલીસે યાસમીન બેગ ખાન, પ્રતિભા નલાવડે, મોનૂ ગોપાલદાસ જોશી, ભાનુસૂર્યમ ઠાકુર અને મોહમ્મદ આસિફની ધરપકડ કરી હતી.
  Published by:Margi Pandya
  First published: