Home /News /entertainment /

Geeta kapoor: આ હેન્ડસમ હંકના પ્રેમમાં છે 'ગીતા માં', 48 વર્ષની ઉંમરે પણ છે કુંવારી

Geeta kapoor: આ હેન્ડસમ હંકના પ્રેમમાં છે 'ગીતા માં', 48 વર્ષની ઉંમરે પણ છે કુંવારી

ગીતા કપૂર રાજીવ ખીંચવીને ડેટ કરી રહી છે

ગીતા કપૂર (Geeta kapoor) 48 વર્ષની થઈ ગઈ છે, તે હજી પણ કુંવારી (Unmarried) છે, પરંતુ આ દિવસોમાં તેના બોયફ્રેન્ડ (Boyfriend) સાથેની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહી

    મુંબઈ : બોલિવૂડ (Bollywood)ની પ્રખ્યાત કોરિયોગ્રાફર (choreographer) ગીતા કપૂર (Geeta kapoor)ને કોણ નથી જાણતું. ગીતા કપૂર ઈન્ડસ્ટ્રી (Industry)માં 'ગીતા મા' તરીકે પ્રખ્યાત છે અને તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. ગીતાએ પોતાના કરિયર (Career)માં 'દિલ તો પાગલ હૈ', 'મોહબ્બતેં', 'કલ હો ના હો', 'મેં હૂં ના', 'ઓમ શાંતિ' ઓમ જેવી ઘણી ફિલ્મો (Films)માં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. જો કે ગીતા કપૂર 48 વર્ષની થઈ ગઈ છે, તે હજી પણ કુંવારી (Unmarried) છે, પરંતુ આ દિવસોમાં તેના બોયફ્રેન્ડ (Boyfriend) સાથેની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

    નાના પડદાના ઘણા રિયાલિટી શોમાં જજની ભૂમિકામાં જોવા મળેલી ગીતા કપૂર પોતાના સંબંધો પર હંમેશા મૌન રહે છે. પરંતુ આ દિવસોમાં ચર્ચા થઈ રહી છે કે ગીતા કપૂર રાજીવ ખીંચવી (rajeev khinchi)ને ડેટ કરી રહી છે. જોકે, બંને તરફથી તેમના સંબંધો અંગે કોઈ નિવેદન આવ્યું નથી.

    રાજીવનું ઈન્સ્ટાગ્રામ ગીતા માની તસવીરોથી ભરેલું છે

    બીજી તરફ, જ્યારે ગીતા માને તેના વિશે પૂછવામાં આવે છે, ત્યારે તે ઘણીવાર આ પ્રશ્નને ટાળે છે. જોકે, રાજીવનું ઈન્સ્ટાગ્રામ ગીતા માની તસવીરોથી ભરેલું છે અને તેમની નિકટતાને જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં છે.

    તમને જણાવી દઈએ કે આવું પહેલીવાર હશે જ્યારે ગીતા કપૂરનું નામ કોઈ વ્યક્તિ સાથે જોડાઈ રહ્યું છે


    ગીતા કપૂરનો બોયફ્રેન્ડ રાજીવ આસિસ્ટન્ટ ડિરેક્ટર છે

    સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી આ બંનેની તસવીરો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ બંને વચ્ચે ઘણી નિકટતા છે, પરંતુ તેઓએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. તમને જણાવી દઈએ કે, ગીતા કપૂરનો બોયફ્રેન્ડ રાજીવ આસિસ્ટન્ટ ડિરેક્ટર છે અને તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આવું પહેલીવાર હશે જ્યારે ગીતા કપૂરનું નામ કોઈ વ્યક્તિ સાથે જોડાઈ રહ્યું છે.

    ગીતા કપૂરે હંમેશા કહ્યું છે કે તે હંમેશા સિંગલ છે

    જો કે, ગીતા કપૂરે હંમેશા કહ્યું છે કે તે હંમેશા સિંગલ છે અને કોઈની સાથે સંબંધ બાંધવા માંગતી નથી કારણ કે તે તેના માટે ખૂબ મુશ્કેલ કામ છે. પરંતુ જ્યારે ગીતા કપૂર મોટાભાગે કોઈ પાર્ટી કે ઈવેન્ટમાં જાય છે ત્યારે તે ઘણીવાર રાજીવ સાથે જોવા મળે છે.

    આ પણ વાંચોEsha Gupta Birthday: હોટનેસની તમામ હદો પાર કરતી ઈશા ગુપ્તાના Bold Photos

    જો કે આ મામલામાં કેટલું સત્ય છે તે તો ગીતા કપૂર અને રાજીવ જ જણાવી શકે છે, પરંતુ તેમની તસવીરો જોઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ લગ્ન પણ કરી શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Geeta kapoor, Rajeev khinchi

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन