Home /News /entertainment /શાહરૂખના બાળકોએ 14 વર્ષની ઉંમરે કેમ છોડ્યું હતું ઘર?

શાહરૂખના બાળકોએ 14 વર્ષની ઉંમરે કેમ છોડ્યું હતું ઘર?

ગૌરીને પ્રોફેશનલ સફરમાં કિંગ ખાનની સાથે સાથે બાળકોએ પણ સાથ આપ્યો

ગૌરી ખાન માત્ર શાહરૂખ ખાનની પત્ની નહીં, પરંતુ એક પ્રોફેશનલ તરીકે પણ ઓળખાય છે

ન્યૂઝ18 ગુજરાતી: ગૌરી ખાન માત્ર શાહરૂખ ખાનની પત્ની નહીં, પરંતુ એક પ્રોફેશનલ તરીકે પણ ઓળખાય છે. ઇન્ટીરિયર ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રીમાં તેણે ઘણું સારું કામ કર્યું છે અને તે એક બ્રાન્ડ બની ચૂકી છે. તેને પ્રોફેશનલ સફરમાં કિંગ ખાનની સાથે સાથે બાળકોએ પણ સાથ આપ્યો.

ગૌરીએ દિલ્હી ટાઇમ્સ સાથેના એક ખાસ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મારા બાળકોએ હંમેશા મારો સપોર્ટ કર્યો છે. આર્યન અને સુહાનાએ 14 વર્ષની ઉંમરમાં ઘર છોડી દીધું હતું. જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું તો તે પહેલાંથી જ બોર્ડિંગ સ્કૂલમાં હતા. બાળકો બોર્ડિંગ સ્કૂલમાં હોવાથી ગૌરીને પોતાના કામ માટે સમય મળ્યો. સાથે જ તે બાળકો માટે પણ નિશ્ચિંત થઇ ગઇ, કેમ કે તેઓ સારી દેખરેખમાં હતા.

ગૌરી કહે છે કે, તે મને બહુ સપોર્ટ કરે છે. પરંતુ ઇન્ટીરિયર ડિઝાઇનિંગની તરફ તેમનો કોઇ ઝુકાવ નથી. આર્યન લોસ એન્જેલસમાં છે. સુહાના લંડનમાં છે. બન્ને જ ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી રહ્યાં છે. પરંતુ તેમને મારું કામ બહુ પસંદ પડે છે અને તેઓ તેના વખાણ પણ કરે છે. મારા માટે આ ઘણું છે.


આ પણ વાંચો: પ્રભાસની 'સાહો'નું નવું પોસ્ટર રિલીઝ, Instagram પર કર્યુ શેર

આર્યન અને સુહાના ઉપરાંત ગૌરીએ અબરામ વિશે પણ વાત કરી. ગૌરીએ કહ્યું કે, તે અને શાહરૂખ પેરેન્ટિંગની જવાબદારી વહેંચવામાં વિશ્વાસ રાખે છે. આથી ગૌરી અને શાહરૂખે દિવસ વહેંચી લીધા છે. ત્રણ દિવસ અબરામ પિતા શાહરૂખ સાથે રહે છે અને બાકીના ચાર દિવસ માતા સાથે.

ગૌરી કહે છે કે, આ કારણે મને કામ કરવાનો ભરપૂર સમય મળી જાય છે. અમે માતા-પિતા તરીકે પોતાની જવાબદારીઓ વહેંચવામાં વિશ્વાસ રાખીએ છીએ.
First published:

Tags: Gauri Khan, Revealed

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો