Home /News /entertainment /...તો મુસ્લિમો ગરબા રમવા નહીં જાય, પણ આવા ગંદા ધાર્મિક એજન્ડા બંધ કરો: અભિનેત્રી

...તો મુસ્લિમો ગરબા રમવા નહીં જાય, પણ આવા ગંદા ધાર્મિક એજન્ડા બંધ કરો: અભિનેત્રી

ગરબામાં ધાર્મિક વિવાદ પર અભિનેત્રીની પ્ર્તિક્રિયા

Gauhar Khan on Garba Agenda: ગરબામાં મુસ્લિમોની એન્ટ્રીનો વિવાદ વધી રહ્યો છે. ત્યારે બૉલીવુડ અભિનેત્રી ગૌહર ખાને કહ્યું હતું કે ગરબાના નામે ધાર્મિક એજન્ડા ફેલાવવાનું બંધ કરો.

  મુંબઈ: નવરાત્રિ (Navaratri 2022)ના અવસર પર ગરબા ખૂબ જ ખાસ હોય છે. ગરબા-દાંડિયા કાર્યક્રમનું ખાસ આકર્ષણ હોય છે. ત્યારે ગરબામાં મુસ્લિમોની એન્ટ્રીનો વિવાદ (Muslims Entry in Navaratri) વધી રહ્યો છે. ઘણા પંડાલોમાંથી એવા અહેવાલો આવ્યા છે, જ્યાં મુસ્લિમો પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે ટીવી અભિનેત્રી ગૌહર ખાને આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ગૌહર ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને વિવિધ મુદ્દાઓ પર નિખાલસતાથી પોતાનો અભિપ્રાય (Gauahar Khan) વ્યક્ત કરે છે.

  ન્યૂઝ એન્કર પર ગૌહરને આવ્યો ગુસ્સો

  ગૌહરે એક ચેનલનો વિડીયો શેર કરતી વખતે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ન્યૂઝ એન્કરનો આવો એજન્ડા ભયંકર છે. તેમણે કહ્યું કે ન્યૂઝ એન્કર નફરત ફેલાવવાનું કામ કરી રહી છે. તેમનું કહેવું છે કે જો મુસ્લિમોને ગરબામાં જવાની મંજૂરી ન હોય તો સરકારે જાહેરાત કરવી જોઇએ.

  ગૌહરે ટ્વિટમાં શું કહ્યું?

  ગૌહરે પોતાના ટ્વિટમાં લખ્યું, 'સરકારે જાહેર કરવું જોઈએ કે મુસ્લિમોએ ગરબાના કાર્યક્રમોથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે એક ધાર્મિક કાર્યક્રમ છે. મને ખાતરી છે કે બધા મુસ્લિમો તેનો આદર કરશે. પરંતુ તેને આવા ગંદા એજન્ડામાં શામેલ કરવું ભયાનક છે. આ માણસ કોઈ ન્યૂઝ એન્કર નથી તે માત્ર નફરત ફેલાવનાર છે. આવા એજન્ડા પર શરમ આવવી જોઇએ.'

  આ પણ વાંચો: ઈસ્લામિક રાષ્ટ્રમાં ભવ્ય રામમંદિર! હિન્દુઓને મળી દશેરાની ગિફ્ટ, VIDEO જોઈને અભિભૂત થઈ જશો

  અબ્દુ રોઝીકના કર્યા વખાણ

  ગૌહર ખાન હાલમાં જ 'બિગ બોસ 16'ની પ્રેસ કોન્ફરન્સ હોસ્ટ કરતી જોવા મળી હતી. ગૌહર 'બિગ બોસ'ની મોટી ફેન છે, તે દરેક સિઝનને ફોલો કરે છે. તેણે ટ્વિટ કરીને લખ્યું છે કે, આ સિઝનમાં અબ્દુ રોજિક તેની ફેવરિટ બની ગયો છે.  ઇન્દોરમાં 14 વિધર્મીઓની ધરપકડ

  આપને જણાવી દઇએ કે ઇન્દોરમાં છેલ્લા એક સપ્તાહમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ ગરબાના આયોજનમાં ઘૂસી ગયેલા અનેક મુસ્લિમોને પોલીસ હવાલે કર્યા છે. ઓછામાં ઓછા 14 મુસ્લિમ પુરુષોની પોલીસે ધરપકડ કરી છે. આ 14 શખ્સો સામે વિવિધ પોલીસ પરિસરમાં ભારતીય દંડ સંહિતાની કલમ 151 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, આ શખ્સો તસવીરો ક્લિક કરી રહ્યા હતા અને શાંતિમાં ખલેલ પહોંચાડી રહ્યા હતા. આ ઘટના બાદ આ મુદ્દો દેશભરમાં વધુ ચર્ચાનું કારણ બની રહ્યો છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Bollywod, Garba, Gauhar Khan, Navratri 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन