Home /News /entertainment /Gauhar Khan ફેરિયાની લારીમાંથી ફળ ફેંકતી મહિલાને જોઈ ભડકી, ગૌહર ખાને આ રીતે કરી ગરીબની મદદ
Gauhar Khan ફેરિયાની લારીમાંથી ફળ ફેંકતી મહિલાને જોઈ ભડકી, ગૌહર ખાને આ રીતે કરી ગરીબની મદદ
ગૌહર ખાન વીડિયો જોઈ મહિલા પર ભડકી
બિગ બોસ 7 (Bigg Boss 7) ની વિનર રહી ચૂકેલી બૉલીવુડ એક્ટ્રેસ (Bollywood Actress) ગૌહર ખાન (Gauhar Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ગૌહર ખાન અવારનવાર વાયરલ થયેલા વિડીયો તેમજ ફોટો પર પોતાની પ્રતિક્રિયા આપે છે.
મુંબઈ : ટીવી રિયાલિટી અને મોસ્ટ કોન્ટ્રોવર્સીયલ (Controversial) શો બિગ બોસ 7 (Bigg Boss 7) ની વિનર રહી ચૂકેલી બૉલીવુડ એક્ટ્રેસ (Bollywood Actress) ગૌહર ખાન (Gauhar Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાની આસપાસ બનતી ખોટી બાબતો પર ધારદાર પ્રતિક્રિયા (Reaction) આપતી રહે છે. આ જ રીતે ગૌહર ખાને વધુ એકવાર પોતાની પ્રતિક્રિયા આપી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ગૌહર ખાન ભડકી ઉઠે છે અને તે સોશિયલ મીડિયા દ્વારા આ મહિલાને ઉગ્ર ઠપકો આપે છે. આ વાયરલ થઈ રહેલો વીડિયો ભોપાલનો હોવાનું જણાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ફળ વેચનાર ફેરૈયાની લારીમાંથી ફળ લઈને રસ્તાની વચ્ચે ફેંકતી જોવા મળી રહી છે. અને વીડિયોમાં ફળ વેચનાર વ્યક્તિ મહિલાને આજીજી કરી રહ્યો છે, પરંતુ મહિલા તેની એક વાત સાંભળતી નથી.
ગૌહર ખાનની નજર આ વીડિયો પર પડતાં જ તે પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકી નહીં. પેપરાઝી વિરલ ભાયાનીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે મહિલાની ઝટકણી કાઢવાની સાથે ગરીબ માટે મદદનો હાથ લંબાવ્યો છે.
ગૌહરે લખ્યું- "આટલા ગરમ મગજવાળી 'લુઝર'... તારા પર શરમ આવે છે. મહેરબાની કરીને મને આ ફળવાળા વિશે માહિતી આપવામાં મદદ કરો. હું તેના ફળોની આખી લારી ખરીદવા માંગુ છું, જેને આ મહિલાને કારણે નુકસાન થયું છે. તે મહિલાનું પણ નામ આપો અને તેને શરમમાં નાખો. ગૌહરની ટિપ્પણીને લોકોએ સમર્થન આપ્યું છે અને તેના વખાણ પણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વાસ્તવમાં મામલો ભોપાલનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફળ વેચનારની લારીને કારણે મહિલાની કારમાં ઘોબો પડી ગયો હતો, તે જોઈને મહિલા પોતાનો પિત્તો ગુમાવી બેઠી અને કારમાંથી નીચે ઉતરી અને ફળ વેચનારના તમામ ફળ રસ્તા પર ફેંકવા લાગી હતી. રિપોર્ટ્સ અનુસાર કારમાં લાગેલા સ્ટીકરના આધારે મહિલાની ઓળખ ભોપાલ યુનિવર્સિટીની પ્રોફેસર તરીકે થઈ છે.
ગૌહર ખાન અવારનવાર વાયરલ થયેલા વિડીયો તેમજ ફોટો પર પોતાની પ્રતિક્રિયા આપે છે. બિગ બોસ 7 ની વિજેતા બની ત્યારથી, તે બિગ બોસને સતત ફોલો કરી રહી છે અને સ્પર્ધકો માટે તેના અભિપ્રાય શેર કરતી રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર