પોતાનાં લગ્નમાં જાતે જ મેકઅપ આર્ટિસ્ટ બની ગોહર ખાન, પતિ ઝૈદેને કર્યો તૈયાર, જુઓ VIDEO
પોતાનાં લગ્નમાં જાતે જ મેકઅપ આર્ટિસ્ટ બની ગોહર ખાન, પતિ ઝૈદેને કર્યો તૈયાર, જુઓ VIDEO
ગૌહર અને ઝૈદ દરબાર
ગૌહર ખાન (Gauahar Khan) અને ઝૈદ દરબાર (Zaid Darbar)નાં નિકાહ અને રિસેપ્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ધમાલ મચાવી રહ્યો છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં આપ બંનેનાં વખાણ કરતાં થાકશો નહીં.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગત શુક્રવારનાં બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ ગૌહર ખાન (Gauahar Khan), ઝૈદ દરબાર (Zaid Darbar) સાથે લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છે. ગૌહર અને ઝૈદનાં નિકાહની તસવીર હવે સોશિયલ મીડિયા પર ખુબજ ધમાલ મચાવી રહી છે. ઝૈદ અને ગૌહરનાં લગ્નનાં ઘણાં ફોટા અને વીડિયો સામે આવ્યા છે જે જોયા બાદ આપ કહેશો કે આ બંને એક સાથે કેટલાં સુંદર લાગી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યાં છે. આવો જ આ એક વીડિયો છે જેમાં દુલ્હન ખુદ તેનાં દુલ્હાને તૈયાર કરતી નજર આવી રહી છે.
આ વીડિયોમાં ગૌહર ખાન ખુદ તેનાં નિકાહમાં મેકઅપ આર્ટિસ્ટ બની છે. વીડિયોમાં ગૌહર ખાન લગ્નનાં જોડામાં સુંદર પરી જેવી દેખાય છે. અને તે તેનાં પતિ ઝૈદ દરબારનો મેકઅપ કરતી નજર આવી રહી છે. ક્રીમ કલરનાં જોડામાં ગૌહર અને ઝૈદ એક સાથે ખુબજ સુંદર લાગી રહ્યાં છે. ઝૈદનો મેકઅપ કર્યા બાદ ગૌહર પોતે પણ આઇનાની સામે બેસીને જાતે સજી રહી છે.
ગૌહર ખાન અને ઝૈદનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. બ્રાઇડલ લૂકમાં ગૌહર ખુબજ સુંદર લાગી રહી હતી. તેણે તેનાં નિકાહમાં ગોલ્ડન અને ક્રીમ રંગનાં શરારા, હેવી જ્વેલરી અને ક્રીમ કલરનાં દુપટ્ટામાં નજર આવ્યાં હતાં. ગૌહર અને ઝૈદનાં નિકાહમાં ઘણાં ટીવી અને બોલિવૂડ સ્ટાર્સ પણ આવ્યાં હતાં. તેમાં લગ્નની વિધીની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર