ગોહર ખાનનાં પિતાનું નિધન, લાંબા સમયથી હોસ્પિટલમાં હતા દાખલ, મિત્રએ શેર કરી યાદો

ગોહર ખાનનાં પિતાનું નિધન, લાંબા સમયથી હોસ્પિટલમાં હતા દાખલ, મિત્રએ શેર કરી યાદો
PHOTO- @gauaharkhan/Instagram

ગૌહર ખાન (Gauhar Khan) સતત તેનાં પિતાનાં સ્વાસ્થ્ય અંગે દુઆઓ માંગી રહી હતી. પણ તેની દુઆઓનો કંઇ અસર થઇ ન શક્યો. તેનાં પિતાનાં નિધનની માહિતી તેની મિત્ર પ્રીતિ સિમોસ (Preeti Simoes)એ શેર કરી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ ગૌહર ખાન (Gauahar Khan)નાં પરિવાર પર આજે દુખનાં ડુંગરા તુટી પડ્યાં છે. લાંબા સમયથી બીમાર ગૌહર ખાનનાં પિતાનું દેહાંત થઇ ગયુ છે. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. ગત ઘણાં સમયથી તે હોસ્પિટલમાં દાખલ હતાં. જેમની સેવા માટે એક્ટ્રેસ રાત દિવસ એક કરતી હતી અને તેમનાં સારા સ્વાસ્થ્ય માટે દુઆઓ માંગી હતી. તેનાં પિતાની નિધનની જાણકારી તેમની મિત્ર પ્રીતિ સિમોસ (Preeti Simes)એ શેર કરી છે.

  ગૌહર ખાને (Gauhar Khan)તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની પ્રોફાઇલ ફોટો ચેન્જ કરી દીધી છે. તેણે એક મીણબત્તીની તસવીર અપડેટ કરી છે. મોડી રાત્રે હોસ્પિટલનાં રૂમની સેલ્ફી શેર કરતાં ગૌહરે તેનાં ફેન્સને પિતા માટે પ્રાર્થના કરવાં અપીલ કરી હતી. ગૌહરનાં પિતા કઇ બિમારીથી પિડાતા હતાં તે અંગે હજુ સુધી ખુલાસો થયો નથી.  પ્રીતિ સિમોન્સે ગૌહરનાં પિતાનો એક વીડિયો શેર કરી લખ્યુ છે, 'મારી ગૌહરના પિતા.. જે વ્યક્તિથી મે પ્રેમ કર્યો.. જે શાનથી જીવ્યા.. અને જેમને ગર્વ સાથે હમેશાં યાદ કરવામાં આવશે. પરિવારને તાકાત અને પ્રેમ. ' તેણે આ વીડિયોમાં @gauaharkhan @zakiazkhan @nigaarzkhan @queenkausarsuleman @raziakhan1503 @zaid_darbar @asaadzkhan ને ટેગ કર્યા છે.  ગૌહર ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તેનાં માટે ઘર અને કામને મેનેજ કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. પિતાની દેખરેખ અંગે તે ઘણી જ ચિંતિત છે. ગૌહર તેનાં પિતાનાં સૌથી નજીક હતી.

  આપને જણાવી દઇએ કે, હાલમાં જ ગૌહરે તેનાં પિતા સાથે લગ્ન સમયે એક ઇમોશનલ તસવીર શેર કરી હતી. જેમાં તે તેનાં પિતાને ગળે લગાવતી નજર આવે છે. આ તસવીર શેર કરતાં સમયે ગૌહર તેનાં પિતાને સૌથી તાકતવર વ્યક્તિ જણાવ્યા હતાં.
  Published by:Margi Pandya
  First published:March 05, 2021, 10:09 am

  ટૉપ ન્યૂઝ