Home /News /entertainment /VIDEO: શિલ્પા શેટ્ટીએ બાપ્પાને આપી વિદાય, તો પતિ રાજ કુન્દ્રાએ ટ્વિટમાં લખ્યુ કંઇક એવું કે...

VIDEO: શિલ્પા શેટ્ટીએ બાપ્પાને આપી વિદાય, તો પતિ રાજ કુન્દ્રાએ ટ્વિટમાં લખ્યુ કંઇક એવું કે...

રાજ કુન્દ્રાએ ટ્વિટમાં લખ્યુ કંઇક એવું કે...

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘરે શનિવારના રોજ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું. આ વિસર્જનનો એક વિડીયો શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ શેર કર્યો છે. આ વિડીયો શેર કરતા જ એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં હેશટેગની સાથે મીડિયા, ટૂથ અને ટ્રાયલ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે.

વધુ જુઓ ...
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘરે શનિવારના રોજ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું. આ વિસર્જનનો એક વિડીયો શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ શેર કર્યો છે. આ વિડીયો શેર કરતા જ એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં હેશટેગની સાથે મીડિયા, ટૂથ અને ટ્રાયલ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફીના મામલામાં ગયા વર્ષે જુલાઇમાં ધરપકડ કરવામાં આવી હતી અને 20 સપ્ટેમ્બરના રોજ જામીન મળ્યા હતા. આ ટ્વિટ લગભગ રાજે એક વર્ષ પછી કર્યુ છે.

રાજ કુન્દ્રાએ ટ્વિટર પર ગણપતિ વિસર્જનનો એક વિડીયો શેર કર્યો છે જેમાં એમના ઘરનો નજારો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી અને એમની માતા ગણપતિ વિસર્જન કરી રહ્યા છે. વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, ‘તમે જે જોઇ રહ્યા છો એ શું છે એ મહત્વનું નથી, પરંતુ તમે ક્યાંથી જોઇ રહ્યા છો એ મહત્વની વાત છે’
આ સાથે જ રાજ કુન્દ્રાએ ટ્વિટમાં હેશટેગની સાથે પર્સેપેક્ટિવ, મીડિયા, ટ્રાયલ, પીસ, પેશન્સ, બાપ્પા મૌરયા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. 45 સેકન્ડનો આ વિડીયો ઘણી હાઇટ પરથી શૂટ કરવામાં આવ્યો છે. રાજને પોર્નોગ્રાફીના મામલામાં મુખ્ય આરોપી તરીકે જુલાઇમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ બે મહિના સુધી જેલમાં રહ્યા અને પછી મુંબઇ સેશન કોર્ટે એમને જામીન આપી હતી.

"What you see depends not only on



ઉલ્લેખનીય છે કે, રાજ કુન્દ્રાને જામીન મળ્યા પછી મિડીયાથી ભાગતા ફરે છે. આ સાથે જ બહારની દુનિયામાં કુન્દ્રા અલગ-અલગ પ્રકારના માસ્ક પહેરતા જોવા મળ્યા છે. જ્યારે રાજ કુન્દ્રા શિલ્પા અને એમની ફેમિલી સાથે ફરવા નિકળે છે ત્યારે કેમેરાની સામે એમનો ચહેરો છુપાવતા જોવા મળે છે. જો કે રાજ કુન્દ્રાએ આજના આ દિવસ સુધી પણ ધરપકડ અને આ કિસ્સા પર કોઇ પ્રતિક્રિયા આપી નથી. જો કે આટલું જ નહિં શિલ્પા પણ આ વાત પર પ્રતિક્રિયા આપવાના સમયે દૂર ભાગે છે.
First published:

Tags: Entertainment Enws, Raj Kundra, Shilpa Shetty