Home /News /entertainment /

Gangubai Kathiawadi box office prediction : ફિલ્મ ગંગુબાઇ કાઠીયાવાડી પહેલા દિવસે કેટલી કમાણી કરશે? શું કહે છે ટ્રેડ એક્સપર્ટ?

Gangubai Kathiawadi box office prediction : ફિલ્મ ગંગુબાઇ કાઠીયાવાડી પહેલા દિવસે કેટલી કમાણી કરશે? શું કહે છે ટ્રેડ એક્સપર્ટ?

ગંગુબાઈ કાઠિયાવાડી પ્રથમ દિવસે કેટલી કમાણી કરશે

Gangubai Kathiawadi box office prediction : ગંગુબાઈ કાઠિયાવાડી બોક્સ ઓફિસ (Gangubai Kathiawadi) પર સારી શરૂઆત કરશે. નિર્માતા અને ફિલ્મ બિઝનેસ નિષ્ણાંત ગિરીશ જોહરે રૂ. 5 કરોડની શરૂઆતની આગાહી કરી છે. આ ફિલ્મ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) નું આ પહેલું કોલોબ્રેશન છે.

વધુ જુઓ ...
    Gangubai Kathiawadi box office prediction : ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) સાથે સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ચાર વર્ષ બાદ દિગ્દર્શક તરીકે થિયેટરોમાં પરત ફરી રહ્યા છે. રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરની પદ્માવત પછી આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટારર ફિલ્મ ડિરેક્ટરની પહેલી રિલીઝ છે. આલિયા ભટ્ટ અને ભણસાલીનું આ પહેલું કોલોબ્રેશન છે. આ ફિલ્મ પાસેથી અપેક્ષાઓ વધારે છે. પરંતુ ગંગુબાઈ કાઠિયાવાડી પણ વિવાદોનો સામનો કરી રહી છે. જોકે, ફિલ્મની રિલીઝ સામે કેટલાક કેસ નોંધાયા છે.

    આ પરિબળો હોવા છતાં ટ્રેડ એક્સપર્ટ (Trade Expert) માને છે કે, ગંગુબાઈ કાઠિયાવાડી બોક્સ ઓફિસ (Gangubai Kathiawadi box office)  પર સારી શરૂઆત કરશે. નિર્માતા અને ફિલ્મ બિઝનેસ નિષ્ણાંત ગિરીશ જોહરે રૂ. 5 કરોડની શરૂઆતની આગાહી કરી છે અને જો રીવ્યૂ સારા આવશે તો કમાણી વધી પણ શકે છે. તેમણે ન્યૂઝ18ને જણાવ્યું કે, “હું રૂ. 5 કરોડથી વધુની સારી શરૂઆતની અપેક્ષા રાખું છું. જો ડાયલોગ સારા હોય તો તે રૂ. 6-7 કરોડ સુધી જઈ શકે છે. હું આશા રાખું છું કે ડાયલોગ ખૂબ જ મજબૂત હશે, કારણ કે સંજય લીલા ભણસાલી એક શાનદાર દિગ્દર્શક છે, દેશના ટોચના દિગ્દર્શકોમાંના એક છે અને આલિયા પણ શ્રેષ્ઠ કલાકારોમાંની એક છે. તે એક મોટી સ્ટાર છે. તેથી ડાયલોગના આધારે અમે બોક્સ ઓફિસ પર ખૂબ જ સારો ઓપનિંગ સપ્તાહ જોઇ શકીએ છીએ."

    ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહન ગિરીશ જોહર જેવો જ અભિપ્રાય ધરાવે છે. તે 5થી 7 કરોડ રૂપિયાના ઓપનિંગની પણ આશા વ્યક્ત કરે છે. તેઓના જણાવ્યા અનુસાર, “બધાઇ દો એ છેલ્લી થિયેટર રિલીઝ હતી. પરંતુ તે સારું પ્રદર્શન કરી શકી નહીં. મને લાગે છે કે ગંગુબાઈ કાઠિયાવાડી મહામારી પછીની સૌથી મોટી રિલીઝ હોવી જોઈએ. તે 3000થી વધુ સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે, જેથી તેઓ લક્ષ્યાંકને મેળવી શકશે. જોકે, પેકેજિંગ સારું લાગે છે.”

    ગંગુબાઈ કાઠિયાવાડી ટ્રેલર



    મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોને બાદ કરતા થિયેટરો 100 ટકા ઓક્યુપન્સી પર ચાલું છે, જે ફિલ્મ માટે એક સકારાત્મક પાસું સાબિત થશે. અતુલે વધુમાં જણાવ્યું કે, "મહારાષ્ટ્ર હજુ પણ સૌથી મોટું બજાર છે અને તે 50 ટકા ઓક્યુપન્સી પર કામ કરી રહ્યું છે. છતા પણ 50 ટકાની કમીને પૂર્ણ કરવા માટે ફિલ્મ સ્ક્રીન અને શોની સંખ્યામાં વધારો કરી શકે છે."

    ગંગુબાઈ કાઠિયાવાડી ઉપરાંત તમિલ સિનેમાના અજિત કુમારની વલીમાઈ અને તેલુગુ ઈન્ડસ્ટ્રીમાંથી પવન કલ્યાણની ભીમલા નાયક એક સાથે ટકરાશે. બુકમાય શોના સીઓઓ આશિષ સક્સેના જણાવે છેકે, ફિલ્મો માટે ખૂબ સારા એડવાન્સ બૂકિંગ થયા છે.

    આ પણ વાંચોરસપ્રદ વાત : આલિયા ભટ્ટે 9 વર્ષની ઉંમરે 'બ્લેક' માટે ઓડિશન આપ્યું, ત્યારે સંજય લીલા ભણસાલીએ કહ્યું હતુ આ....

    તેણે વધુમાં જણાવ્યું કે, “સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત અને આલિયા ભટ્ટના દિગ્દર્શિત ગંગુબાઈ કાઠિયાવાડી, પવન કલ્યાણની ભીમલા નાયક અને અજિત કુમાર અભિનીત વલીમાઈ ત્રણેય એક સાથે રીલીઝ થતા દર્શકો માટે મનોરંજક સપ્તાહ રહેશે. મુંબઈ, દિલ્હી NCR, હૈદરાબાદ, ચેન્નાઈ, ભુવનેશ્વર, બેંગલુરુ, પટના, પુણે અને કોઈમ્બતુર જેવા મુખ્ય મહાનગરોમાં કલાકારોમાં આ સપ્તાહના અંતમાં સૌથી વધુ દર્શકો આકર્ષવાની સ્પર્ધા રહેશે.”
    Published by:kiran mehta
    First published:

    Tags: Alia Bhatt, Bollywood Latest News, Bollywood News in Gujarati, Box Office, Box office Collection, Gangubai kathiawadi

    આગામી સમાચાર