Gangubai Kathiawadi BO Collection Day 2: વિકેન્ડ પર 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મએ મચાવી ધમાલ, જાણો કેટલી થઈ કમાણી
Gangubai Kathiawadi BO Collection Day 2: વિકેન્ડ પર 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મએ મચાવી ધમાલ, જાણો કેટલી થઈ કમાણી
ગંગુબાઈ કાઠિયાવાડી બીજા દિવસની કમાણી
Gangubai Kathiawadi Box Office Collection Day 2 : પહેલા જ દિવસે 10.5 કરોડની કમાણી કર્યા પછી, ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) એ બીજા દિવસે પણ સિનેમા ઘરોમાં ધૂમ મચાવી છે. આલિયા ભટ્ટ (Alia Bhatt) ફિલ્મના પ્રમોશનમાં હજુ પણ જોરશોરથી વ્યસ્ત છે
Gangubai Kathiawadi Day 2 Box Office Collection : સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) દ્વારા દિગ્દર્શિત આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટારર 'ગંગુબાઈ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi) એ રિલીઝ થતાની સાથે જ દર્શકોના દિલ જીતવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ દિવસે 10.5 કરોડની બમ્પર કમાણી કર્યા પછી, ગંગુબાઈ કાઠિયાવાડી બીજા દિવસે પણ ચમકતી રહી. સંજય લીલા ભણસાલી પહેલાથી જ આ ફિલ્મ માટે વખાણ કરી રહ્યા છે. સાથે જ આલિયા ભટ્ટ અને અજય દેવગન (Ajay Devgan) પણ પોતાના જોરદાર અભિનયને કારણે ચર્ચામાં છે. ફિલ્મની શાનદાર ઓપનિંગ બાદ તેને વીકેન્ડમાં ઘણો ફાયદો મળ્યો. કોરોના વાયરસ વચ્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના બીજા દિવસના કલેક્શને (Gangubai Kathiawadi Box Office Collection) બધાને ચોંકાવી દીધા છે.
રિલીઝના પહેલા જ દિવસે 10.5 કરોડની કમાણી કર્યા પછી, ગંગુબાઈ કાઠિયાવાડીએ બીજા દિવસે પણ સિનેમા ઘરોમાં ધૂમ મચાવી છે. બીજા દિવસની કમાણીની વાત કરીએ તો ફિલ્મે શનિવારે 14 કરોડનો બિઝનેસ કર્યો હતો. અત્યાર સુધી આલિયા ભટ્ટની ફિલ્મે બીજા દિવસની કમાણી સહિત કુલ 24.5 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મમાં આલિયા ગંગા જગજીવનદાસ કાઠિયાવાડીની ભૂમિકા ભજવી રહી છે, જે હિરોઈન બનવાનું સપનું જુએ છે અને મુંબઈ જવા માંગે છે, પરંતુ આનો ફાયદો ઉઠાવીને તેનો બોયફ્રેન્ડ તેને કમાઠીપુરામાં વેચી દે છે.
ઘણા દિવસો સુધી એક રૂમમાં ભૂખ્યા અને તરસ્યા રહ્યા પછી તેને નવું નામ ગંગુ મળે છે. આ પછી ગંગુની 'ગંગુબાઈ કાઠિયાવાડી' બનવાની વાર્તા શરૂ થાય છે. જે પોતાના માટે લડે છે અને પોતાના જૂના જીવનને અલવિદા કહીને એક અલગ ઓળખ બનાવે છે. આ લડાઈ ગંગુબાઈ માટે પ્રેમ અને આદર લાવે છે. જેની મદદથી ગંગુબાઈએ કમાઠીપુરાની 4000 મહિલાઓ અને બાળકો માટે લડત ચલાવી હતી.
બીજી તરફ આલિયા ભટ્ટ ફિલ્મના પ્રમોશનમાં જોરશોરથી વ્યસ્ત છે. સોશિયલ મીડિયાથી લઈને શેરીઓ સુધી આલિયા ગંગુબાઈ કાઠિયાવાડીને પ્રમોટ કરી રહી છે. આલિયા જે રીતે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે, તેને જોઈને લાગી રહ્યું હતું કે, આ ફિલ્મ અલ્લુ અર્જુનની 'પુષ્પા'નો રેકોર્ડ તોડી શકે છે. પરંતુ, આ બાબતમાં ફિલ્મ પાછળ રહી ગઈ હતી. અલ્લુ અર્જુનની રિલીઝ 17 ડિસેમ્બરે થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં 50 કરોડથી વધુની કમાણી કરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર