Home /News /entertainment /

Gangubai Kathiawadi BO Collection: ગંગુબાઈ કાઠિયાવાડી નો પડદા પર છવાયો જાદૂ, આલિયાની ફિલ્મની કમાણી રૂ.60 કરોડની નજીક

Gangubai Kathiawadi BO Collection: ગંગુબાઈ કાઠિયાવાડી નો પડદા પર છવાયો જાદૂ, આલિયાની ફિલ્મની કમાણી રૂ.60 કરોડની નજીક

આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મની કમાણી

Gangubai Kathiawadi Box Office Collection : આલિયા ભટ્ટ (Alia Bhatt) ની ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) એ રીલીઝ થયાના પ્રથમ અને બીજા દિવસે અનુક્રમે 10.50 કરોડ અને 13.32 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, તો જોઈએ અત્યાર સુધીમાં આ ફિલ્મને કેટલી કમાણી થઈ ગઈ

વધુ જુઓ ...
    Gangubai Kathiawadi Box Office Collection : આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટારર ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)ને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મ પડદા પર સારો દેખાવ કરી રહી છે. 25 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ (Box office) પર ધમાલ મચાવી રહી છે. માત્ર પાંચ જ દિવસમાં આ ફિલ્મે 57 કરોડથી વધુની કમાણી (Film Box Office Collection) કરી લીધી છે અને ટૂંક સમયમાં જ તે 60 કરોડને પાર કરી જાય તેવી શક્યતા છે.

    ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શ (Taran Adarsh)એ સોશિયલ મીડિયા પર જણાવ્યા અનુસાર, ગંગુબાઈ કાઠિયાવાડીએ મંગળવારે એટલે કે તેના પાંચમા દિવસે 10.01 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આનો અર્થ એ છે કે, ફિલ્મનો શરૂઆતનો દિવસ અને પાંચમો દિવસ બોક્સ ઓફિસ કલેક્શન લગભગ સમાન છે. ટ્રેડ એનાલિસ્ટનો દાવો છે કે, મંગળવારે મહા શિવરાત્રીની રજાના કારણે પણ આવું થયું છે.

    ગંગુબાઈ કાઠિયાવાડીએ રીલીઝ થયાના પ્રથમ અને બીજા દિવસે અનુક્રમે 10.50 કરોડ અને 13.32 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યાર બાદ ત્રીજા દિવસે આ રકમ વધીને 15.30 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. જ્યારે સોમવારે ફિલ્મે 8.19 કરોડનું કલેક્શન કર્યું હતું. આનો અર્થ એ કે સંજય લીલા ભણસાલી ફિલ્મે અત્યાર સુધીમાં 57.32 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

    ગંગુબાઈ કાઠિયાવાડી ટ્રેલર



    અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે, અક્ષય કુમારની સૂર્યવંશી અને રણવીર સિંહ સ્ટારર 83 પછી ગંગુબાઈ કાઠિયાવાડી પણ મહામારીમાં ત્રીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ બનશે. સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટ પણ ગયા મહિનાની શરૂઆતમાં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં તેના વર્લ્ડવાઇડ પ્રીમિયર માટે ગયા હતા. પાછળથી ભણસાલીએ એવો દાવો કર્યો હતો કે, ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને આઠ મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. ભણસાલીએ જણાવ્યું કે, ફિલ્મ પૂરી થયા પછી આઠ મિનિટ સુધી તેઓએ તાળીઓ પાડી હતી. જ્યારે મેં તે સ્ટેન્ડિંગ ઓવેશન સાંભળ્યું, ત્યારે મને મારો જવાબ મળી ગયો હતો. અમારી તમામ મહેનત અને પ્રયત્નો સફળ થયેલા અનુભવાયા હતા.

    આ પણ વાંચોકોરોના પછી આ ફિલ્મોએ થિયેટરોને જીવંત કર્યા, જુઓ કઈ ફિલ્મએ પ્રથમ દિવસે કેટલી કમાણી કરી હતી

    ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું નિર્માણ અને દિગ્દર્શન સંજય લીલા ભણસાલીએ કર્યું છે. ફિલ્મમાં આલિયા યુવાન છોકરીનું પાત્ર ભજવતી જોવા મળે છે, જેને તેના સ્યુટર રમણિક લાલે વેશ્યાવૃત્તિમાં વેચી દીધી હતી. ફિલ્મની સ્ટોરી હુસેન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઇના એક પ્રકરણથી લેવામાં આવી છે. આ ફિલ્મમાં આલિયા ઉપરાંત વિજય રાઝ અને સીમા પહવા પણ છે. આ ફિલ્મમાં અજય દેવગને કેમિયો પણ કર્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ajay Devgn, Alia Bhatt, Bollywood Latest News, Bollywood News in Gujarati, Box Office, Box office Collection, Gangubai kathiawadi

    આગામી સમાચાર