મુંબઈ : બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકી મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સલમાન ખાનને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તેની ટીમે મુંબઈની બાંદ્રા પોલીસમાં કેસ નોંધાવ્યો છે.
ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાંદ્રા પોલીસે આ મામલે આઈપીસીની કલમ 506 (2), 120 (બી) અને 34 હેઠળ કેસ નોંધ્યો છે.
જોકે, આ અગાઉ શનિવારે મુંબઈ પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત ગર્ગ સામે અભિનેતા સલમાન ખાનની ઓફિસમાં ધમકીભર્યા ઈમેલ મોકલવાના આરોપમાં કેસ દાખલ કર્યો હતો.
લોરેન્સ બિશ્નોઈએ વધુમાં કહ્યું હતુ કે, 'મેં આ વાત લગભગ એક વર્ષ પહેલા પણ કહી હતી. તેણે મુંબઈ પોલીસ દ્વારા સલમાન ખાનને પોતાનો સંદેશો પહોંચાડ્યો હતો. મેં કહ્યું હતું કે, સલમાન ખાને બિકાનેરના બિશ્નોઈ મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ, પરંતુ આજ સુધી તેણે આવું કર્યું નથી. અહંકાર જ માણસને મારી નાખે છે. રાજા રાવણ પણ આ અહંકાર ખાઈ ગયો હતો અને હવે સલમાનનો નંબર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર