Home /News /entertainment /

સલમાન ખાનને મારવા માટે ખરીદી હતી 4 લાખની રાઈફલ, બિશ્નોઈએ પોલીસને જણાવ્યું અસલી કારણ

સલમાન ખાનને મારવા માટે ખરીદી હતી 4 લાખની રાઈફલ, બિશ્નોઈએ પોલીસને જણાવ્યું અસલી કારણ

ફાઈલ તસવીર

gangster Lawrence Bishnoi: તેણે 2018માં બોલિવૂડ અભિનેતા સલમાન (bollywood actor slalman khan) ખાનની "હત્યા" માટે (murder) તમામ તૈયારીઓ કરી હતી. આ માટે તેણે એક ખાસ રાઈફલ પણ ખરીદી હતી.

  ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ (gangster Lawrence Bishnoi) કથિત રીતે ખુલાસો કર્યો છે કે તેણે 2018માં બોલિવૂડ અભિનેતા સલમાન (bollywood actor slalman khan) ખાનની "હત્યા" માટે (murder) તમામ તૈયારીઓ કરી હતી. આ માટે તેણે એક ખાસ રાઈફલ પણ ખરીદી હતી, જેના માટે તેણે 4 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. હાલમાં લૉરેન્સ બિશ્નોઈ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં પંજાબ પોલીસની કસ્ટડીમાં છે.

  તે પહેલા દિલ્હી પોલીસે તેની પૂછપરછ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોએ ન્યૂઝ18ને જણાવ્યું કે લોરેન્સે સલમાનને મારવાનું કારણ પણ જણાવ્યું હતું. તેણે કથિત રીતે કહ્યું કે તે ચિંકારાના શિકારને લઈને સલમાન ખાનથી નારાજ છે, કારણ કે ચિંકારા હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં વસતા બિશ્નોઈ સમુદાયનું ગમતું પ્રાણી છે.

  ઉલ્લેખનીય છે કે, 1998માં રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન સામે ચિંકારાના શિકારનો મામલો સામે આવ્યો હતો. સલમાનને એપ્રિલ 2018માં જોધપુરની કોર્ટે બે કાળિયાર મારવાના આરોપમાં પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.સલમાને સજાને હાઇકોર્ટમાં પડકારી છે. આ કેસમાં સલમાનને થોડો સમય જોધપુર જેલમા રહેવું પણ પડ્યું હતું. ત્યારબાદ તેને ભરતપુરની જેલમાં ખસેડવામાં આવ્યો હતો.

  લોરેન્સ બિશ્નોઈએ કથિત રીતે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેણે સલમાન ખાનને મારવા માટે રાજગઢના રહેવાસી સંપત નેહરાને મેસેજ મોકલ્યા હતા. તે સમયે નેહરા ફરાર હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર લોરેન્સે જણાવ્યું કે સલમાનને મારવા માટે સંપત નેહરાને મુંબઈ મોકલવામાં આવ્યો હતો.

  તેણે અભિનેતાના ઘરની આસપાસ રેકી પણ કરી હતી. પરંતુ નેહરા પાસે એક જ પિસ્તોલ હતી. તેની પાસે લાંબા અંતર માટે વપરાતી રાઈફલ નહોતી. જેના કારણે તે સલમાન પર હુમલો કરી શક્યો નહીં.

  આ પણ વાંચોઃ-રણવીર સિંહે સિક્રેટ લોકેશન પર દીપિકા સાથે મનાવ્યો બર્થડે, રોમેન્ટિક તસવીરો

  લોરેન્સે પોલીસને કથિત રીતે જણાવ્યું કે આ પછી જ તેણે આરકે સ્પ્રિંગ રાઈફલ ખરીદવાનું નક્કી કર્યું હતું. લોરેન્સના કહેવા પ્રમાણે તેણે દિનેશ ડાગર નામના વ્યક્તિને આ રાઈફલ ખરીદવાનું કામ આપ્યું હતું. આ માટે 4 લાખ રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવી હતી. આ પૈસા ડાગરના ભાગીદાર અનિલ પાંડેને ચુકવવામાં આવ્યા હતા. જોકે, 2018માં પોલીસે ડાગર પાસેથી આ રાઈફલ કબજે કરી લીધી હતી.

  આ પણ વાંચોઃ-લગ્ન બાદ પતિ સંગ્રામ સિંહ સાથે મહાદેવના મંદિર પહોંચી પાયલ રોહતગી, તાજમહેલની લીધી મુલાકાત

  લોરેન્સ બિશ્નોઈ લાંબા સમયથી સલમાન ખાનની પાછળ પડ્યો છે. ગયા મહિને સમાચાર આવ્યા હતા કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ત્રણ માણસોએ સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને એક લેટર દ્વારા ધમકી આપી હતી. એવું કહેવાય છે કે તેમાં લખ્યું હતું કે સલમાનની હાલત પણ સિદ્ધુ મુસેવાલાની જેમ જ થશે. જણાવી દઈએ કે, સિદ્ધુની 29 મેના રોજ પંજાબના માનસામાં અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Actor salman khan, Lawrence Bishnoi, Siddhu moosewala, ગેંગસ્ટર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन