ગાંધીજી પાકિસ્તાનના મુસ્લિમો માટે થઈને આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયેલા?
બ્રહ્મચર્યને લઈને ગાંધીજી શા માટે અને કેટલા રૂઢિચુસ્ત હતા?
આ તમામ સવાલોના જવાબ તમને એક કાલ્પનિક ફિલ્મમાંથી મળી જશે. 30 જાન્યુઆરી ગાંધીજીની પુણ્યતિથી છે અને થિયેટર્સમાં ચાલી રહી છે એક ફિલ્મ, જેનું નામ છે ગાંધી ગોડસે- એક વિચારયુદ્ધ. ફિલ્મ ઘણી ખરી કાલ્પનિક છે પણ એમ છતાં મહાત્મા ગાંધી વિશેના તમારા સવાલોના સાચા અને લોજિકલ જવાબ આપી શકે એવી દમદાર ફિલ્મ છે. ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર સંતોષી છે. જે નવ વર્ષ પછી કોઈ ફિલ્મ લઈને આવ્યા છે. મ્યુઝિક એ આર રહેમાનનું છે.
સાથે જ થિયેટર્સમાં ચાલી રહેલી ફિલ્મ પઠાણ સાથે તેની કોઈ કોમ્પિટિશન છે જ નહીં કારણ કે બંનેની ઓડિયન્સ અલગ છે. આ ફિલ્મમાં ન મારધાડ છે ન તો ગીતો છે. વૈષ્ણવ જન અને રઘુપતિ રાઘવ જેવી ધૂન સાંભળવા મળશે અને એ સિવાય છે અફલાતૂન સંવાદ. વિચાર યુદ્ધ ફિલ્મના ટાઇટલનો જ શબ્દ છે એટ્લે દેખીતી રીતે શાર્પ ડાયલોગ્સ છે અને સ્ક્રીન પર ચાલે છે વિચારોનું જોરદાર યુદ્ધ
ફિલ્મના કેટલાક સરસ ડાયલોગ્સ
1) અહિંસા કાયરતાનું કવચ ન હોવી જોઇએ. 2) અંગ્રેજોથી આઝાદી તો મળી ગઈ પણ ગરીબ પછાત લોકોને શું બીજી વખત અઝાદી માટે લડવુ પડશે? 3) એક સિનમાં મહાત્મા ગાંધીજી કહે છે: દેશને અઝાદી મેં નથી અપાવી, આ આઝાદી એમણે લીધી છે.
4)દેશ કાગળના બનેલા નકશાઑથી નથી બનતો. લોકોનો વિશ્વાસ જીત્યા વિના દેશ નથી બનતો.
5) ગોડસે! તું આ દેશને નાનો કરી રહ્યો છે. આપણે જેને હિંદુસ્તાન કહીએ છીએ એ જ છે આખો સંસાર. અહીં તમને બધુ જ મળશે. અને હિન્દુ ધર્મ વિશાળતા અને મહાનતાનો ધર્મ છે.
6) માણસથી વધારે હિંસક કોઈ પ્રાણી નથી. 7) અને એક સીનમાં ગોડસેને કોઈ કહે છે કે અંગ્રેજોએ આપણાં દેશબંધુઓ પર આટલા અત્યાચાર કર્યા તે એના પર તો એક પત્થર પણ ન માર્યો અને ગાંધીને ત્રણ ગોળી ધરબી દીધી?
ઇતિહાસ કે રાજકારણ પર બનતી ફિલ્મો મોટે ભાગે એટલી બધી બાયસ્ડ હોય છે દર્શક માટે એમાં સાચું ખોટું ફિલ્ટર કરવું અઘરું પડી જાય. એના કેરેક્ટર્સમાં જાન નથી હોતી એટ્લે ક્યારેક ફેક અને ફની લાગે. પણ આ ફિલ્મમાં એવું બિલકુલ નહીં લાગે. દરેક સીન મસ્ત લાગે એવી રીતે ફિલ્માવાયો છે. લાઇટ્સ કેમેરા, નોટ્સ બધુ સરસ. હા મેક અપમાં થોડું વધારે ધ્યાન આપી રિયલ લાગે એવા કરી શકાયા હોત. અમુક કેરેક્ટર્સ વધારે સારા લાગી શકે એમ હતા. પણ મુખ્ય બે કેરેક્ટર્સનું કામ સરસ છે. કેમેરા વર્ક સરસ છે, સિન્સ અને લાઇટિંગ પણ સરસ લાગે છે.
ફિલ્મના એક સિનમાં બાબા સાહેબ આંબેડકરની એ સમયના ઉચ્ચ કહેવાતા લોકો સાથે દલીલ બતાવવામાં આવી છે અને ત્યાર પછીના બીજા જ સિનમાં એક યજ્ઞ થતો હોય એવું દર્શાવવામાં આવ્યું છે. એટ્લે એ સમયે છૂત અછૂત સમાજમાં કેટલે ઊંડે સુધી ખૂંપેલા હતા એવી નાની વાતો પણ બારીકાઈથી બતાવવામાં આવી છે.
આ પ્રકારની ફિલ્મો તમને ગમતી હોય તો અચૂક જોઈ આવજો કારણ કે થિયેટર્સમાં જોઈએ એટલા પ્રેક્ષકો નથી મળી રહ્યા. અને આ જ કારણે આ ફિલ્મ જલ્દી જ થિયેટર્સમાંથી ઉતરી જાય તો પણ નવાઈ નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર