Home /News /entertainment /

Game of Thronesનું ટ્રેલર રીલિઝ, 14 એપ્રિલથી શરૂ થશે રોમાંચ

Game of Thronesનું ટ્રેલર રીલિઝ, 14 એપ્રિલથી શરૂ થશે રોમાંચ

Game of Thronesનું ટ્રેલર રીલિઝ

ગેમ ઓફ થ્રોન્સના ડાયરેક્ટર ડેવિડ નટરે કહ્યું કે, ફેન્સ આ ફિનાલે સિઝનથી નિરાશ નહીં થાય

    ન્યૂઝ18 ગુજરાતી: GoTના ફેન્સ માટે સારા સમાચાર છે. તેઓ લાંબા સમયથી જે વસ્તુની રાહ જોઇ રહ્યાં હતાં તે હવે સામે આવી ગઇ છે. આ વેબ સીરિઝનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર GoTના ફેન્સને ખુશ કરશે.

    ટ્રેલર જબરદસ્ક થ્રિલથી ભરપૂર છે. એક-એક કરીને આના પાત્રો સામે આવે છે ત્યારે તમારા મગજમાં પાછલી આખી સિઝન લાઇવ થઇ જાય છે. ટ્રેલરમાં જણાવવામાં આવ્યું છે કે, આ સીરિઝની શરૂઆત 14 એપ્રિલથી થશે. આની શૂટિંગ દરમિયાન ખૂબ સાવચેતી રાખવામાં આવી હતી, જેથી કોઇ માહિતી લીક ન થઇ જાય. સાથે જ ફિનાલે એપિસોડમાં અમુક જ ક્રૂ મેમ્બર્સને જવાની પરવાનગી હતી. કેટલાક સીન્સ તો બંધ જગ્યાએ શૂટ કરવામાં આવ્યા હતા.

    ગેમ ઓફ થ્રોન્સના ડાયરેક્ટર ડેવિડ નટરે કહ્યું કે, ફેન્સ આ ફિનાલે સિઝનથી નિરાશ નહીં થાય. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ એપિસોડ્સમાં ઘણી નવી વસ્તુઓ હશે. આ સિઝનમાં સૌથી ફની, સૌથી ઇમોશનલ સી હશે, જે મેં શૂટ કર્યા છે. એક સીનમાં બધા મોટા કેરેક્ટર્સ છે, જેને જોઇને એવું લાગશે કે તમે એક સુપરહીરો ફિલ્મ જોઇ રહ્યાં છો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: 14 April, Game of Thrones, Release, Season 8, Start date, Trailer

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन