Home /News /entertainment /મમ્મી બનવા પર વંડર વુમને પણ આલિયા ભટ્ટને કર્યું વીશ, હોલીવુડ બૉલીવુડના સ્ટાર્સ તરફથી પ્રેમનો વરસાદ

મમ્મી બનવા પર વંડર વુમને પણ આલિયા ભટ્ટને કર્યું વીશ, હોલીવુડ બૉલીવુડના સ્ટાર્સ તરફથી પ્રેમનો વરસાદ

ગેલ ગેડોટ અને આલિયા ભટ્ટ

Gal Gadot Wishes Alia Bhatt: હોલિવૂડની અભિનેત્રી ગેલ ગાડોટે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને બેબી ગર્લના જન્મ બદલ શુભેચ્છા પાઠવી હતી.

  બોલિવૂડ સેલિબ્રિટી કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે રવિવારે બપોરે તેના પહેલા બાળક બેબી ગર્લ (Alia-Ranbir Became Parents of Baby Girl)નો જન્મ થયો હતો. આ પહેલા રવિવારે સવારે આ કપલ સાઉથ મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં જતા જોવા મળ્યા હતા. આ સમાચાર વહેતા થયા બાદ તરત જ અનેક હાઈપ્રોફાઈલ સેલિબ્રિટીઝ આ સેલિબ્રિટી કપલને અભિનંદન (Bollywood Wishes) પાઠવી રહ્યા છે. આ સમાચારની પુષ્ટિ સૌ પ્રથમ રણબીરની બહેન રિદ્ધિમા કપૂર સાહની (Riddhima kapoor Sahani)એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કરી હતી અને તેની થોડી મિનિટો પછી આલિયા અને રણબીરે આ ગૂડ ન્યૂઝની પુષ્ટિ કરી હતી. ત્યાર બાદથી જ આલિયા ભટ્ટની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર સેલિબ્રિટીઝની શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

  લેટેસ્ટ અપડેટમાં હોલિવૂડની અભિનેત્રી ગેલ ગાડોટે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને બેબી ગર્લના જન્મ બદલ શુભેચ્છા (Gal Gadot congratulates Alia -Ranbir) પાઠવી છે. આલિયા ભટ્ટની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર રીપ્લાય આપતા તેણીએ તેના નાના બાળક માટે વેલકમ મેસેજ લખ્યો છે. ગાડોટે રેડ હાર્ટ ઇમોજી સાથે લખ્યું, "અભિનંદન".

  આલિયાની હોલિવૂડમાં એન્ટ્રી

  ગ્રેગ રુકા અને એલિસન શ્રોએડરની સ્ક્રિન પ્લે પરથી ટોમ હાર્પર દ્વારા દિગ્દર્શિત, હાર્ટ ઓફ સ્ટોન અપકમિંગ અમેરિકન સ્પાય એક્શન થ્રિલર ફિલ્મ છે, જેમાં ગેલ ગેડોટ, જેમી ડોર્નાન, સોફી ઓકોનડો, જિંગ લુસી, મેથિયાસ સ્વેઇગોફર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2023માં નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

  દીપિકા-પ્રિયંકાએ પાઠવી શુભેચ્છા

  આલિયા ભટ્ટ હોલિવૂડની દુનિયામાં એન્ટ્રી કરે તે પહેલા હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ બોલિવૂડના અનેક કલાકારોએ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. આ યાદીમાં સામેલ લોકોમાં દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાનો પણ સમાવેશ થાય છે. દીપિકા પદુકોણ હોલિવૂડની ફિલ્મ 'XXX: રિટર્ન ઓફ ઝેન્ડર કેજ'માં હોલિવૂડ કલાકારો વિન ડીઝલ, ડોની યેન, ક્રિસ વુ, રૂબી રોઝ, ટોની જા, નીના ડોબ્રેવ, ટોની કોલેટ, એરિયાદના ગુટીએરેઝ, હર્માઇની કોરફિલ્ડ અને સેમ્યુઅલ એલ.જેક્સન સાથે જોવા મળી હતી. આલિયાની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં દીપિકાએ લખ્યું, હાર્ટ ઇમોજી સાથે "અભિનંદન".

  આ પણ વાંચો: રહસ્યમય સંજોગોમાં વધુ એક સેલિબ્રિટિનું મોત, ડિપ્રેશને ભોગ લીધો હોવાનું અનુમાન

  પ્રિયંકા ચોપડા હોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ એક મોટું નામ બનાવી ચૂકી છે. તેણે હોલિવૂડમાં લોકપ્રિય કલાકારો ડ્વેન જહોનસન અને ઝેક એફ્રોન સાથેની ફિલ્મ બેવોચથી ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદથી તેણે પાછળ ફરીને જોયું નથી. પ્રિયંકાએ આ ખુશ ખબર બદલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને કમેન્ટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી અને લખ્યું કે, અભિનંદન આલિયા અને રણબીર. પેરેન્ટહૂડમાં તમારું સ્વાગત છે.  આ ફિલ્મોમાં દેખાશે આલિયા

  આલિયા ભટ્ટ હવે રોમેન્ટિક કોમેડી રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. જેમાં રણવીર સિંહ કો-સ્ટાર છે. નેટફ્લિક્સની જાસૂસી ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં તે ગેલ ગેડોટ અને જેમી ડોર્નાન સાથે પણ દેખાશે, જેના દ્વારા તે હોલિવૂડમાં ડેબ્યુ કરશે. આ પ્રોજેક્ટ્સને સમાપ્ત કર્યા બાદ આલિયા ફરહાન અખ્તરની ફિલ્મ જી લે ઝરામાં પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સાથે જોવા મળશે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Alia Bhatt, Bollywood celebs, Bollywood News in Gujarati, Ranbir Kapoor

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन