Gehraiyaan : શું દીપિકાને કિસ કરવા માટે સિદ્ધાંતે રણવીરની પરમીશન લેવી પડી હતી? જાણો શું કહેવું છે સિધ્ધાંતનુ
Gehraiyaan : શું દીપિકાને કિસ કરવા માટે સિદ્ધાંતે રણવીરની પરમીશન લેવી પડી હતી? જાણો શું કહેવું છે સિધ્ધાંતનુ
ફિલ્મ ગહેરાઈયાં - સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા પાદુકોણ
ફિલ્મ 'ગેહરાઈયાં' (Gehraiyaan) માટે સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) એ દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે ઘણા ઈન્ટિમેટ સીન શૂટ કર્યા છે, આ માટે માટે તેના પતિ રણવીર સિંહ (Ranveer Singh) ની પરમીશનની જરૂર પડી હતી જેવા નિવેદનો પર પણ સિધ્ધાંતે પ્રતિક્રિયા આપી હતી.
અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) એ શકુન બત્રાની તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ 'ગેહરાઈયાં' (Gehraiyaan) માટે દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે ઘણા ઈન્ટિમેટ સીન શૂટ કર્યા છે. આ વિશે વાત કરતા સિદ્ધાંત જણાવે છે કે, જો ડાયરેક્ટર તેને અને બાકીના કાસ્ટને સેફ અને સિક્યોર અનુભવ ન કરાવે તો આમ કરવું ઘણું જ મશ્કેલ હતું. દીપિકાને તેની સાથે ઈન્ટિમેટ સીન શૂટ કરવા માટે તેના પતિ રણવીર સિંહ (Ranveer Singh) ની પરમીશનની જરૂર પડી હતી જેવા નિવેદનો પર પણ સિધ્ધાંતે પ્રતિક્રિયા આપી હતી.
બોલિવૂડ બબલ સાથે વાત કરતા તે જણાવે છે કે, આ પ્રકારની કોમેન્ટ્સથી તેને ગુસ્સો આવે છે. સિદ્ધાંતે કહ્યું કે, "વાસ્તવમાં એવું કંઈ જ નથી, અમે પ્રોફેશનલ્સ છીએ અને અમે અમારા ઈક્વેશન્સથી પણ વાકેફ છીએ. મને યાદ છે કે જ્યારે અમે આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે રણવીર થોડા દિવસો માટે ગોવા આવ્યો હતો. અમે સાથે સમય પસાર કર્યો અને ચીલ પણ કર્યું, અમે પાર્ટી કરી હતી. જ્યારે મેં ફિલ્મ સાઈન કરી, ત્યારે તે પહેલો વ્યક્તિ હતો જેને મેં ફોન કર્યો અને તે ખરેખર ખુશ હતો. ગલી બોય ફિલ્મના સમયથી જ તેમની વચ્ચે સારા સંબંધો રહ્યા છે. તે જીવનમાં મારા મેન્ટર છે, દીપિકા પણ ઘણી જ પ્રોફેશનલ છે. જ્યારે લોકો આ વાતો કહે છે ત્યારે એક જ પ્રતિક્રિયા આવે છે, ક્યા કર સકતે હૈ? હમ તો અપના કામ કર રહે હૈ.”
સિદ્ધાંતે કહ્યું હતું કે આ સીન કરવા માટે તેને ઘણો સમય લાગ્યો હતો. “મને લાગે છે કે અમે ખૂબ સારી રીતે અમારું કામ કર્યું છે. મારા માટે પણ તેમાં એડજસ્ટ થવામાં થોડો સમય લાગ્યો પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું કારણ કે તે શોક વેલ્યૂ માટે જરૂરી હતું. તે ફિલ્મનો એક ભાગ હતો. હવે જ્યારે તમે ફિલ્મ જોઈ છે, તો તમે જાણો છો કે તે બળજબરીથી કે કોઈબીજી રીતે કરવામાં આવ્યું નથી. આ સીન ફિલ્મમાં છે, કેમ કે તે ફિલ્મની સ્ટોરી લાઈનનો જ એક ભાગ છે.
ગેહરાઈયાંની સ્ટોરી દીપિકા પાદુકોણની એટલે કે અલીશાની આસપાસ ફરે છે, જે એક મહિલા છે જેનો છ વર્ષ જૂનો સંબંધ મોનોટોનસ બની ગયો છે. તેનું પોતાના કઝિન ટિયા (અનન્યા પાંડે)ના મંગેતર ઝૈન સાથે અફેર છે, ઝૈનનું પાત્ર સિદ્ધાંત ચતુર્વેદી દ્વારા ભજવવામાં આવ્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર