Home /News /entertainment /Gagngubai Kathiawadi Trailer : આલિયા ભટ્ટે 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના ટ્રેલરમાં જ કરી દીધો ખેલ, જબરદસ્ત છે અંદાજ

Gagngubai Kathiawadi Trailer : આલિયા ભટ્ટે 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના ટ્રેલરમાં જ કરી દીધો ખેલ, જબરદસ્ત છે અંદાજ

ગંગુબાઈ કાઠિયાવાડી ટ્રેલર રિલીઝ

Gagngubai Kathiawadi Trailer: 'ગંગુબાઈ કાઠિયાવાડી' 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ (Gagngubai Kathiawadi Trailer Release date) રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) દ્વારા ભજવાયેલ પાત્ર ગંગુબાઈ 1960ના દાયકામાં મુંબઈના રેડ-લાઈટ વિસ્તાર કમાથીપુરામાં સૌથી વધુ પ્રભાવશાળી મહિલાઓમાંની એક હતી

વધુ જુઓ ...
    Gagngubai Kathiawadi Trailer : સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું ટ્રેલર રિલીઝ (Gagngubai Kathiawadi Trailer Release) થઈ ગયું છે. ભવ્ય ફિલ્મ બનાવનાર સંજયની આ ફિલ્મમાં સ્ત્રી પાત્રની અજોડ શૈલી પણ જોવા મળશે, તેની એક ઝલક ટ્રેલર પરથી જોવા મળી છે. આલિયા ભટ્ટ (Alia Bhatt) એક દમદાર પાત્રમાં છે, તો અજય દેવગણ (Ajay Devgn) પણ માફિયા ડોનના રોલમાં છે. આલિયાની એક્ટિંગનો એક નવો આયામ દર્શકોને જોવા મળશે. અભિનેત્રીનું પરિવર્તન ચોંકાવનારું છે.

    'ગંગુબાઈ કાઠિયાવાડી'નું ટ્રેલર (Gagngubai Kathiawadi Trailer)

    સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં ગંગુબાઈનું પાત્ર ભજવતી આલિયા ભટ્ટને એક સેક્સ વર્કર તરીકે બતાવવામાં આવી છે જે પાછળથી મુંબઈમાં એક સશક્ત મહિલા તરીકે ઉભરી આવે છે જે સમાજ સેવાનું કામ કરે છે. સંજયે તેની અન્ય ફિલ્મોની જેમ આલિયાના પાત્રને જબરદસ્ત રીતે રજૂ કર્યું છે. ટ્રેલરમાં આલિયાની સ્ટાઈલ જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ. સાથે જ અજય દેવગણે મુંબઈના માફિયા ડોન કરીમ લાલાની ભૂમિકા ભજવી છે.




    ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે

    'ગંગુબાઈ કાઠિયાવાડી' 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ (Gagngubai Kathiawadi Trailer Release date) રહી છે. સેક્સ વર્કરને માફિયા ડોન બનાવનાર આલિયાનું પોસ્ટર પણ ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં દર્શકોને સફેદ ડ્રેસમાં આલિયાની સ્ટાઈલ ગમશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ દ્વારા ભજવાયેલ પાત્ર ગંગુબાઈ 1960ના દાયકામાં મુંબઈના રેડ-લાઈટ વિસ્તાર કમાથીપુરામાં સૌથી વધુ પ્રભાવશાળી મહિલાઓમાંની એક હતી. આલિયાને પહેલીવાર ડોનના રોલમાં જોવા માટે ચાહકો આતુર બન્યા છે.

    માફિયા ડોનના રોલમાં અજય દેવગન

    ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' (Film Gagngubai Kathiawadi) માં અજય દેવગન એક માફિયા ડોનની ભૂમિકામાં છે, જે ગંગુબાઈના પ્રેમમાં પડે છે. જ્યારે ગંગુબાઈ તેમને વેપાર કરવાનું શીખવે છે. અજય અને સંજય લીલા ભણસાલીની જોડી આ ફિલ્મથી 22 વર્ષ પછી પડદા પર વાપસી કરવા જઈ રહી છે. તેઓ છેલ્લે ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં સાથે જોવા મળ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ajay Devgn, Alia Bhatt, Bollywood Latest News, Bollywood News in Gujarati

    विज्ञापन
    विज्ञापन