Home /News /entertainment /Video : 'ગદર 2'માં સની દેઓલનો એક્શન અવતાર જોઇને રૂંવાટા ઉભા થઇ જશે, વાયરલ થઇ રહી છે ફિલ્મની પહેલી ઝલક
Video : 'ગદર 2'માં સની દેઓલનો એક્શન અવતાર જોઇને રૂંવાટા ઉભા થઇ જશે, વાયરલ થઇ રહી છે ફિલ્મની પહેલી ઝલક
સની દેઓલનો આ અંદાજ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે
રિપોર્ટ્સ અનુસાર 'ગદર 2' (Gadar 2) 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત ફિલ્મ છે. જેમાં તારા સિંહ (Sunny Deol) પોતાના દીકરા ચરણજીતને પરત લાવવા માટે પાકિસ્તાન જાય છે. ફિલ્મનું બજેટ આશરે 100 કરોડ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહ્યું છે.
સની દેઓલ (Gadar 2) સ્ટારર અપકમિંગ ફિલ્મ 'ગદર 2' (Gadar 2) 2023માં રિલિઝ થવા જઇ રહી છે. દર્શકો આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. આ વચ્ચે ફિલ્મમાંથી સનીની ઝલક સામે આવી છે. જે સોશયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.
આ ક્લિપમાં સની દેઓલને મહાભારતના અભિમન્યુની જેમ ગાડીનું ભારે ભરખમ પૈડુ ઉપાડીને દુશ્મનો સામે લડતા જોઇ શકાય છે. હંમેશાથી બોલીવુડના સૌથી મોટા એક્શન સ્ટાર્સમાંથી એક સની દેઓલનો આ અંદાજ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
હકીકતમાં, ઝી સ્ટુડિયોઝે નવા વર્ષ એટલે કે 2023ની પોતાની તે ફિલ્મોનો એક લાઇનઅપ વીડિયો શેર કર્યો હતો, જે રિલિઝ થવા જઇ રહી છે. આ વીડિયોમાં સલમાન ખાન સ્ટારર 'કિસી કા ભાઇ કિસી કી જાન'થી લઇને નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર 'હડ્ડી', મલ્ટી સ્ટારર 'બાપ' અને સની દેઓલ સ્ટારર 'ગદર 2' સહિત ઘણી ફિલ્મોની ઝલક બતાવવામાં આવી છે. 50 સેકેન્ડના આ વીડિયોમાં સૌથી વધુ સરપ્રાઇઝિંગ સની દેઓલનો 'ગદર 2' લુક જ રહ્યો છે. જે સૌથી છેલ્લે 43 સેકેન્ડ પર જોવા મળી રહ્યો છે.
'ગદર 2'માં સની દેઓલનો અંદાજ જોઇને દર્શકોના રૂંવાટા ઉભા થઇ ગયા છે. ફેન્સ વીડિયોના કોમેન્ટ બોક્સમાં પોતાના રિએક્શન્સ આપી રહ્યાં છે. તેવામાં એક ઇન્ટરનેટ યુઝરે લખ્યું, છેલ્લી ઝલક 'ગદર 2'ની છે. રૂંવાટા ઉભા થઇ ગયા. એક અન્ય યુઝરે લખ્યું, ગદર 2ના આપણા તારા પાજી માટે સુપર ગૂઝબંપ્સ. એક યુઝરે હાર્ટ ઇમોજી શેર કરતા લખ્યું, ફક્ત ગદર 2 માટે. એક યુઝરની કોમેન્ટ છે, હાઇલાઇટ સની પાજી હતા. એક યુઝરે લખ્યું છે, ગદર 2ની રાહ જોઇ રહ્યો છું.
22 વર્ષ બાદ આવી રહી છે 'ગદર'ની સીક્વલ
'ગદર 2' 2001માં રીલીઝ થયેલી ફિલ્મ 'ગદર : એક પ્રેમ કથા'ની સીક્વલ છે. જે 22 વર્ષ બાદ થિયેટર્સમાં આવી રહી છે. પહેલા પાર્ટની જેમ અનિલ શર્માએ બીજો પાર્ટ પણ ડાયરેક્ટ કર્યો છે. જ્યારે અમીષા પટેલ આ વખતે પણ ફિલ્મનો હિસ્સો હશે. 'ગદર'માં સની દેઓલનો પાકિસ્તાનમાં હેડપંપ ઉખાડીને દુશ્મનો સામે લડવાનો સીન ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, જેના પર આજે પણ મીમ બને છે.
તે 2001ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. ઘરેલૂ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું કલેક્શન આશરે 76.88 કરોડ રૂપિયા હતુ. આ ફિલ્મ મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ. તે જ સમયે, હવે આ ફિલ્મનો બીજો ભાગ આવવાનો છે, જેને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. આ વીડિયો સામે આવ્યા બાદ #Gadar સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર