Gadar 2: સની દેઓલે આપી ચાહકોને દશેરા ભેટ, ‘ગદર 2’નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું

ગદર-2

દશેરાના દિવસે અભિનેતા સની દેઓલે ચાહકોને બહુ મોટી ગિફ્ટ આપી છે. સની દેઓલ અને અમીષા પટેલની સુપરડુપર હિટ ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ની સિક્વલ બનવા જઈ રહી છે. આ સિક્વલનું નામ ‘ગદર 2’ (Gadar 2) છે.

  • Share this:
    મુંબઈ. દશેરાના દિવસે અભિનેતા સની દેઓલે ચાહકોને બહુ મોટી ગિફ્ટ આપી છે. સની દેઓલ અને અમીષા પટેલની સુપરડુપર હિટ ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ની સિક્વલ બનવા જઈ રહી છે. આ સિક્વલનું નામ ‘ગદર 2’ (Gadar 2) છે. મેકર્સે તાજેતરમાં ફિલ્મનું મોશન પોસ્ટર લોન્ચ કર્યું છે. સની દેઓલે પણ આ મોશન પોસ્ટર પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યું છે. આ ફિલ્મ 2022માં રિલીઝ થશે. ફિલ્મના મોશન પોસ્ટરનું મ્યુઝિક બહુ જ ઇન્ટેન્સ લાગી રહ્યું છે. તેમાં કાસ્ટ અને ટીમનું ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે. શરૂઆતમાં ‘કથા ચાલુ છે..’ એવું લખેલું છે અને પછી સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્માનું નામ આવે છે. છેલ્લે ફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યુસરનું નામ આવે છે.

    આ પણ વાંચો-Urfi Javed B’day Special: એક્ટ્રેસ બનતા પહેલાં એક કંપનીમાં મેનેજર હતી ઉર્ફી જાણો તેની અજાણી વાતો

    ફિલ્મને અનિલ શર્મા ડિરેક્ટ કરશે જેમણે ‘ગદર: એક પ્રેમ કથા’ને ડિરેક્ટ કરી હતી. અનિલ શર્માની પ્રોડક્શન કંપની અને ઝી સ્ટુડિયોઝ આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. ફિલ્મની વાર્તા શક્તિમાને લખી છે અને મ્યુઝિક મિથુન આપશે. સની દેઓલે મોશન પોસ્ટર શેર કરતાં લખ્યું કે, ‘બે દાયકા બાદ આખરે ઇંતેજાર ખતમ થયો. દશેરાના પાવન પ્રસંગે ‘ગદર 2’નું મોશન પોસ્ટર (Gadar 2 Motion Poster) રજૂ કરીએ છીએ. ‘કથા ચાલુ છે...’










    View this post on Instagram






    A post shared by Sunny Deol (@iamsunnydeol)






    ફિલ્મનો પ્લોટ પહેલાં ભાગની જેમ ભારત-પાકિસ્તાન પર બેસ્ડ હશે. ફિલ્મનું પ્રિ-પ્રોડક્શનનું કામ શરુ થઈ ચૂક્યું છે. ફિલ્મની સિક્વલમાં તારા સિંહ (સની દેઓલ) પોતાના દીકરા માટે પાકિસ્તાનમાં પગ મૂકશે અને ત્યારબાદ અસલી વાર્તા શરુ થશે. જણાવી દઈએ કે વર્ષ 2001માં આવેલી ફિલ્મ ‘ગદર- એક પ્રેમ કથા’ (Gadar ek prem katha)ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ આઈકોનિક ફિલ્મના ગીતો યાદગાર બની ગયા છે. ફિલ્મનો ક્રેઝ એવો હતો કે લોકો ટ્રકમાં સવાર થઈને સિનેમા હોલ પહોંચતા. ફિલ્મના ડાયલોગ આજે પણ લોકોને યાદ છે.

    આ પણ વાંચો: જ્યારે સની દેઓલને પત્ની પૂજા સામે પૂનમ ઢિલ્લોન સાથે કરવો પડ્યો Bold સીન

    ફિલ્મ ડિરેક્ટર અનિલ શર્મા (Director Anil Sharma)ની વાત કરીએ તો છેલ્લા કેટલાંક સમયથી તેમની ફિલ્મોએ ખાસ કમાલ નથી દેખાડી. બની શકે છે કે આ ફિલ્મ તેમના કરિયર માટે મહત્વની સાબિત થશે. આ ઉપરાંત, અનિલ શર્મા ‘અપને 2’ પર પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં દેઓલ પરિવાર ફરી સાથે જોવા મળશે. ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મથી સની દેઓલના દીકરા કરણ દેઓલના કરિયરને ખાસ ફાયદો નથી થયો. હવે દેઓલ પરિવારને આશા છે કે ‘અપને 2’થી તે હિટ હિરોઝની કેટેગરીમાં આવશે.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Nirali Dave
    First published: