Home /News /entertainment /Gadar 2 Poster Out:'ગદર' મચાવવા આવી રહ્યો છે સની દેઓલ, ફર્સ્ટ લુક પોસ્ટરમાં તારા સિંહનો ખૂંખાર અંદાજ

Gadar 2 Poster Out:'ગદર' મચાવવા આવી રહ્યો છે સની દેઓલ, ફર્સ્ટ લુક પોસ્ટરમાં તારા સિંહનો ખૂંખાર અંદાજ

સની દેઓલ ફરી એકવાર એંગ્રી યંગ મેનના અવતારમાં જોવા મળશે

Gadar 2 First Look Poster:સની દેઓલે 2022માં જ તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા'ની સિક્વલની જાહેરાત કરી હતી. એક્ટરે એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે 2023 માં 'ગદર 2' (Sunny Deol Gadar 2) દ્વારા દર્શકો વચ્ચે દસ્તક આપશે. હવે ગણતંત્ર દિવસના અવસર પર ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને સની દેઓલે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કર્યું છે.

વધુ જુઓ ...
જ્યારે સની દેઓલની (Sunny Deol) 'ગદર: એક પ્રેમ કથા' (Gadar: Ek Prem Katha) 2001માં થિયેટર્સમાં દસ્તક આપી હતી, ત્યારે દર્શકો થિયેટરોની બહાર ઉમટી પડ્યા હતા. ગદર જોવા માટે લોકો ટ્રકમાં, ટ્રેક્ટરમાં, જે મળ્યું તે વાહનમાં બેસીને થિયેટર્સ સુધી પહોંચી ગયા હતા. હવે 22 વર્ષ પછી, તારા સિંહ તેની લેડી લવ સકીના સાથે 'ગદર 2' (Gadar 2: The Katha Continues)સાથે મોટા પડદા પર પરત ફરી રહ્યો છે.

ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં સની દેઓલ ફરી એકવાર એંગ્રી યંગ મેનના અવતારમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મનું પોસ્ટર (Gadar 2 Poster) રિવિલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. જે દર્શાવે છે કે દર્શકો તારા સિંહ અને સકીનાને ફરી એકવાર સાથે જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે.
View this post on Instagram


A post shared by Sunny Deol (@iamsunnydeol)


આ પણ વાંચો :  સાડીનો પાલવ સરકાવીને શ્વેતા તિવારીએ લૂંટી મહેફિલ, ડીપનેક બ્લાઉઝમાં બતાવી કાતિલ અદાઓ

સની દેઓલે તેની અપકમિંગ ફિલ્મ 'ગદર 2'નું ફર્સ્ટ લૂક પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જેમાં વર્ષો પછી ફરી તારા સિંહની ઝલક જોવા મળી રહી છે. તારા સિંહના અવતારમાં સની દેઓલ, જે ગુસ્સામાં દેખાઈ રહ્યો છે, તેના માથા પર પાઘડી અને કુર્તા પાયજામામાં જોવા મળે છે, તેનો લુક ખૂબ જ જબરદસ્ત છે. ખાસ વાત એ છે કે પોસ્ટરમાં સકીનાનો હાથ નહીં, પરંતુ તારા સિંહના હાથમાં એક મોટો હથોડો જોવા મળી રહ્યો છે.

પોસ્ટર દર્શાવે છે કે સની ગદર 2 માં ડબલ ગદર બનાવવા માટે તૈયાર છે. પોસ્ટર શેર કરતી વખતે, સની દેઓલે કૅપ્શનમાં એ જ જૂનો ડાયલોગ લખ્યો- 'હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ... ઝિંદાબાદ થા ઔર ઝિંદાબાદ રહેગા. આ સ્વતંત્રતા દિવસે, અમે તમારા માટે 2 દાયકા પછી બોલિવૂડની સૌથી મોટી સિક્વલ લઈને આવ્યા છીએ. ગદર 11 ઓગસ્ટ, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સની દેઓલના ફેન્સે આ પોસ્ટર પર ખુશી વ્યક્ત કરી છે અને ફિલ્મ વિશે તેમની ઉત્સુકતા પણ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :  Pathaan : શાહરૂખની ફિલ્મે KGF 2-RRRને પછાડી, પહેલા જ દિવસે 100 કરોડ ક્લબમાં સામેલ થઇ 'પઠાણ'


22 વર્ષ બાદ આવી રહી છે 'ગદર'ની સીક્વલ


'ગદર 2' 2001માં રીલીઝ થયેલી ફિલ્મ 'ગદર : એક પ્રેમ કથા'ની સીક્વલ છે. જે 22 વર્ષ બાદ થિયેટર્સમાં આવી રહી છે. પહેલા પાર્ટની જેમ અનિલ શર્માએ બીજો પાર્ટ પણ ડાયરેક્ટ કર્યો છે. જ્યારે અમીષા પટેલ આ વખતે પણ ફિલ્મનો હિસ્સો હશે. 'ગદર'માં સની દેઓલનો પાકિસ્તાનમાં હેડપંપ ઉખાડીને દુશ્મનો સામે લડવાનો સીન ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, જેના પર આજે પણ મીમ બને છે.

તે 2001ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. ઘરેલૂ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું કલેક્શન આશરે 76.88 કરોડ રૂપિયા હતુ. આ ફિલ્મ મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ. તે જ સમયે, હવે આ ફિલ્મનો બીજો ભાગ આવવાનો છે, જેને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. આ વીડિયો સામે આવ્યા બાદ #Gadar સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે.
First published:

Tags: 20 years of gadar, Bollywood Latest News, Bollywood Movie, Gadar: Ek Prem Katha

विज्ञापन