આવો હતો રાજ કુન્દ્રાનો ભવિષ્યનો પ્લાન, પોર્ન ઇન્ડસ્ટ્રી દ્વારા કરોડો કમાવવાની હતી તૈયારી

(ફોટો સાભાર - Instagram @rajkundra9)

પોર્નોગ્રાફી મામલામાં શિલ્પા શેટ્ટીને (Shilpa Shetty)હજુ સુધી ક્લિનચિટ આપવામાં આવી નથી. બધી સંભાવના અને એંગલની તપાસ કરવામાં આવી રહી છે

 • Share this:
  મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra)અશ્લિલ ફિલ્મના મામલામાં ખરાબ રીતે ઘેરાઇ રહ્યા છે. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ મામલે ઘણી ઝડપથી તપાસમાં લાગી છે. તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસને ક્રાઇમ બ્રાન્ચે અશ્લિલ ફિલ્મો બનાવવા અને એપ દ્વારા પ્રસારિત કરાવવાના મામલે રાજુ કુન્દ્રાની 19 જુલાઇએ ધરપકડ કરી છે.

  મુંબઈની કોર્ટે શુક્રવારે ફરી રાજ કુન્દ્રાને 14 દિવસો માટે ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત નવા-નવા ખુલાસો કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સની માને તો હવે ક્રાઇમ બ્રાન્ચે પોતાની ચાર્જશીટમાં રાજ કુન્દ્રાનું એક પાવર પોઇન્ટ પ્રેઝનટેશનનો ઉલ્લેખ કર્યો છે. જેમાં સ્પષ્ટ થાય છે કે બોલીફેમ કંપની રાજ કુન્દ્રાના ફ્યૂચર પ્લાનમાં સામેલ હતી.

  આ પણ વાંચો - Raj Kundra Case: રાજ કુન્દ્રાના 2 બેંક એકાઉન્ટ જપ્ત કરવામાં આવ્યા, ખાતામાં જમા હતા કરોડો રૂપિયા

  આજતકમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ પ્રમાણે એક અધિકારીએ જણાવ્યું કે રાજ કુન્દ્રાના પાવર પોઇન્ટ પ્રેઝનટેશનમાં એક પાના પર બોલીફેમ કંપનીની ઇસ્ટીમેટ રેવન્યૂ લખી છે, જે રૂપિયાના બદલે પાઉન્ડમાં લખેલી છે. જેમાં 2021થી 22માં 3 લાખ પાઉન્ડ, 2022થી 2023માં 3 લાખ 60 હજાર પાઉન્ડ અને 2023થી 24માં 4 લાખ 32 હજાર પાઉન્ડની જરૂરતની વાત કરવામાં આવી હતી.

  બીજી તરફ ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે પોર્નોગ્રાફી મામલામાં શિલ્પા શેટ્ટીને હજુ સુધી ક્લિનચિટ આપવામાં આવી નથી. બધી સંભાવના અને એંગલની તપાસ કરવામાં આવી રહી છે. ફોરન્સિક ઓડિટર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ મામલામાં બધા ખાતાની લેણદેણની તપાસ કરી રહ્યા છીએ.
  Published by:Ashish Goyal
  First published: