રાજકીય સન્માન સાથે કરવામાં આવશે શ્રીદેવીના અંતિમ સંસ્કાર

News18 Gujarati
Updated: February 28, 2018, 1:13 PM IST
રાજકીય સન્માન સાથે કરવામાં આવશે શ્રીદેવીના અંતિમ સંસ્કાર

  • Share this:
બોલિવૂડની અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ 72 કલાક બાદ મંગળવારે રાત્રે દુબઈથી મુંબઈ પહોંચ્યો હતો. અનિલ અંબાણીના ખાનગી વિમાનમાં તેના પાર્થિવ દેહને દુબઇથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ ખાતે તેને લેવા માટે તેના દિયર અનિલ કપૂર, અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર અને શ્રીદેવીની સાવકી દીકરી અંશુલા કપૂર નજરે પડી હતી. તેને દુબઇથી ભારત લાવવા માટે શ્રીદેવીનો સાવકો પુત્ર અર્જુન કપૂર મંગળવારે જ દુબઇ પહોંચી ગયો હતો.

સવારના 9 વાગ્યાથી શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઈમાં સેલિબ્રેશન ક્લબ ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યાં તેના અંતિમ દર્શન માટે ભીડ એકઠી થવા લાગી હતી. ભીડને કાબૂમાં કરવા માટે 200 પોલીસકર્મીને સેલિબ્રેશન ક્લબ બહાર તહેનાત કરવામાં આવ્યા હતા. 10 વાગ્યે સામાન્ય લોકો માટે સેલિબ્રેશન ક્લબને ખોલી દેવામાં આવી હતી. શ્રીદેવીના અંતિમ સંસ્કાર પૂરા રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

કોણ કર્યા અંતિમ દર્શન?

ઐશ્વર્યા રાય, સુષ્મિતા સેન, તબ્બૂ, સુભાષ ઘાઈ, નીલિમા અજીજ, સોનમ કપૂર, આનંદ આહુજા, જાવેદ અખ્તર, શબાના આઝમી, મનીષ મલ્હોત્રા, અરબાઝ ખાન, જેવા અનેક સિનેમા સ્ટાર્સ શ્રીદેવીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. ગત રાત્રે રજનીકાંત, સલમાન અને શાહરુખ ખાન સહિતના સેલેબ્સ બોની કપૂરના ઘરે પહોંચ્યા હતા.

બાદમાં બપોરે 3:30 થી સાંજે 5:30 કલાક દરમિયાન વિલે પાર્લેના પવન હંસ સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

શ્રીદેવીનો મૃતદેહ રાત્રે લગભગ 10.05 કલાકે મુંબઈ એરપોર્ટ પહોચ્યો હતો ત્યારે શ્રીદેવીના લોખંડવાલા સ્થિત મકાન ગ્રીન એકર્સ બહાર ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. શોકમાં ગરક થયેલી બોલિવૂડની તમામ હસ્તીઓ પણ કપૂર પરિવારના દુઃખમાં સહભાગી થવા ઉમટી પડી હતી.
Loading...

નોંધનીય છે કે દુબઇમાં મોત બાદ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવામાં ત્રણ દિવસ જેટલો સમય લાગી ગયો છે.

શાહરૂખ ખાન પણ શ્રીદેવીના અંતિમ દર્શને પહોંચ્યો હતો


શ્રીદેવીનો મૃતદેહ મુંબઈ પહોંચ્યા બાદ તેના અંતિમ દર્શન માટે રજનીકાંત પણ પહોંચ્યા હતા


સલમાન ખાન અભિનેત્રીના અંતિમ દર્શને પહોંચ્યો હતો
First published: February 28, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...