‘Fukrey 3’ Shooting Start: 'ફુકરે રિટર્ન્સ'ને 4 વર્ષ પૂરા થવાના અવસર પર, નિર્માતા રિતેશ સિધવાણીએ તેમના સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો કે 'ફુકરે 3' (Fukrey 3) નો ત્રીજો ભાગ ટૂંક સમયમાં શરૂ થશે. અભિનેતા વરુણ શર્મા (Varun Shrama) એ આજે તેના સોશિયલ મીડિયા પર તેના ત્રીજા ભાગ 'ફુકરે 3'ની જાહેરાત કરી અને લખ્યું, 'શુરુ હો ગઈ!!!'. જ્યારથી આ જાહેરાત કરવામાં આવી ત્યારથી, તેને પ્રેક્ષકો અને ખાસ કરીને 'ફુકરે' ફ્રેન્ચાઇઝીના ફેન્સમાં ઉત્તેજનાનું મોજું ફરી વળ્યું છે.
તમને જણાવી દઈએ કે, વરુણ શર્માએ 'ફુકરે' ફ્રેન્ચાઈઝીમાં અત્યાર સુધી જે ક્યુટનેસ સાથે કામ કર્યું છે તે વખાણને પાત્ર છે. તેણે પોતાની જાતને આ ફિલ્મ માટે એવી રીતે તૈયાર કરી છે કે, તેનો ચિકનો ચહેરો જોઈને જ તમે હસવા માંડો. પોતાના અદ્ભુત અભિવ્યક્તિથી, ચુચા અત્યાર સુધી ફિલ્મના બંને ભાગમાં છવાયેલો રહ્યો.
ચૂચે ઉપરાંત પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, રિચા ચઢ્ઢા, પુલકિત સમ્રાટ અને મનજોત સિંહે 'ફુકરે' ફ્રેન્ચાઈઝીમાં ઉત્તમ કામ કર્યું છે. ભારતીય સિનેમાના કલ્ટ ક્લાસિક્સમાંની એક ગણાતી આ લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઈઝી, દર્શકોને હસાવવાનો સારો અનુભવ આપતી મોટી હિટ સાબિત થઈ.
પુલકિત સમ્રાટ (pulkit samrat), અલી ફઝલ (Ali Fazal), વરુણ શર્મા (Varun Shrama), રિચા ચઢ્ઢા (Richa Chadda), મનજોત સિંહ (manjot singh) અને પંકજ ત્રિપાઠી (pankaj tripathi) 'ફુકરે 3' (Fukrey 3 Film) માં ફરી એકવાર મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મૃગદીપ સિંહ લાંબા દ્વારા કરવામાં આવ્યું છે અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ હેઠળ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર