Home /News /entertainment /રસપ્રદ : રશ્મિકાથી લઈને સામંથા સુધી, દક્ષિણની અભિનેત્રીઓના હિન્દી અવાજ પાછળ છે આ 10 ડબિંગ કલાકારો

રસપ્રદ : રશ્મિકાથી લઈને સામંથા સુધી, દક્ષિણની અભિનેત્રીઓના હિન્દી અવાજ પાછળ છે આ 10 ડબિંગ કલાકારો

સાઉથ અભિનેત્રી હિન્દી ડબિંગ અવાજ કોનો હોય છે?

સાઉથના મોટાભાગના સ્ટાર્સ (South Stars) ને હિન્દી બોલતા આવડતું હોતું નથી. જેથી, તેમની ફિલ્મના હિન્દી વર્ઝન માટે વોઇસ ઓવર આર્ટિસ્ટ ( Dubbing Artist) ની મદદ લેવામાં આવે છે.

  મુંબઈ : ભારતના દર્શકોનો મોટો વર્ગ એવો પણ છે જેઓ બૉલીવુડ (Bollywood)ની સાથે સાઉથની ફિલ્મો (Films) જોવાનું પણ પસંદ કરે છે. જેના કારણે સાઉથની ફિલ્મોનો ક્રેઝ (Soth Films) સતત વધી રહ્યો છે. જેને જોતા સાઉથની ફિલ્મો હિન્દી (South movie Hindi dubbed )માં ડબ (Dub) કરી તેના હિન્દી વર્ઝન પણ રિલીઝ કરવામાં આવે છે. સાઉથની ફિલ્મોમાં એક્શન (Action) અને ફેમિલી ડ્રામા (Drama) બંને મજબૂત હોય છે, ત્યારે આ ફિલ્મોને હિન્દી દર્શકો સુધી પહોંચાડવામાં હિન્દી વોઈસ ઓવર આર્ટિસ્ટ (Voice Over Artist)નો મોટો સિંહફાળો છે. સાઉથના મોટાભાગના સ્ટાર્સને હિન્દી બોલતા આવડતું હોતું નથી. જેથી, તેમની ફિલ્મના હિન્દી વર્ઝન માટે વોઇસ ઓવર આર્ટિસ્ટની મદદ લેવામાં આવે છે.

  તોશી સિંહા

  તોશી સિંહાએ અભિનેત્રી અનુષ્કા શર્માને ફિલ્મ 'ભાગમતી' અને 'મિર્ચી'માં પોતાનો અવાજ આપ્યો છે. આ ઉપરાંત તોશીએ નિત્યા મેનન માટે બની, ત્રિશાને રાઉડી હીરો 2, અને હંસિકા મોટવાનીને જમાઈ રાજા માટે હિન્દી ડબિંગ કર્યું છે.

  શગુફ્તા બેગ

  શગુફ્તા બેગે 'થેરી' ફિલ્મમાં સમંથા રૂથ પ્રભુ માટે હિન્દીમાં ડબિંગ કર્યું છે. આ સિવાય શગુફ્તા બેગે 'ડેશિંગ હીરો'માં કેથરિન ટ્રેશા માટે, 'સરાયનોડુ દિલવાલા'માં રકુલ પ્રીત સિંહ, 'ફિદા'માં સાઈ પલ્લવી અને 'યેવડુ 3'માં અન્નુ મેન્યુઅલ માટે પણ પોતાનો અવાજ આપ્યો છે. આ સાથે જ તાપસી પન્નુને 'ધ રિયલ જેકપોટ', કાજલ અગ્રવાલને 'જંગબાઝ' અને 'હીરો નંબર ઝીરો 2'માં તેનો અવાજ આપવામાં આવ્યો છે.

  ઉર્વી આશર

  ઉર્વી આશરે 'લકી ધ રેસર' અને 'પોલીસવાલા ગુંડા' ફિલ્મોમાં શ્રુતિ હાસન માટે પોતાનો અવાજ આપ્યો છે. 'યેવડુ 2' અને 'નંબર 1 બિઝનેસમેન'માં કાજલ અગ્રવાલ માટે ઉત્તમ હિન્દી ડબિંગ પણ ઉર્વી આશરે કર્યું છે.

  સબીના મલિક મૌસમ

  સબીના મલિક મૌસમે 'તકદીર' અને 'બાહુબલી' ફિલ્મના પહેલા ભાગમાં રામ્યા કૃષ્ણન માટે હિન્દી ડબિંગ કર્યું છે, 'F2: ફન એન્ડ ફ્રસ્ટ્રેશન'માં તમન્ના ભાટિયા, અસિન માટે 'સબસે બડા ડોન', પ્રિયામણી માટે 'ગોલીમાર' અને શ્રીનિધિ શેટ્ટી માટે 'KGF' ફિલ્મમાં હિન્દી અવાજ ડબ કર્યો છે.

  શાઈની પ્રકાશ

  શાઇની પ્રકાશે ફિલ્મ 'દમદાર ખિલાડી'માં અનુપમા માટે પોતાનો અવાજ આપ્યો છે. 'ઓન્ટી'માં મેઘના રાજ અને 'F2: ફન એન્ડ ફ્રસ્ટ્રેશન'માં મેહરીન કૌર પરિઝાદા માટે હિન્દી ડબિંગ કર્યું છે.

  પૂજા પંજાબી

  પૂજા પંજાબીએ એક્ટ્રેસ શ્રુતિ હાસન માટે ફિલ્મ 'ધ રિયલ તેવર'માં હિન્દી ડબિંગ કર્યું છે. આ સાથે જ 'અર્જુન કી દુલ્હનિયા'માં રૂહાની શર્મા માટે, 'ઈન્સ્પેક્ટર વિજય'માં કાજલ અગ્રવાલ માટે, 'બ્રાન્ડ બાબુ'માં ઈશા રેબ્બા માટે અને 'જાની દુશ્મન'માં અંજલી માટે હિન્દીમાં ડબિંગ કર્યું છે.

  શૈલી દુબે રાવ

  શૈલી દુબે રાવે ફિલ્મ 'શૂરવીર 2' માટે એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ માટે પોતાનો અવાજ આપ્યો છે. 'ટેક ઓફ'માં પાર્વતી થિરુવોથુ માટે તેના અવાજમાં હિન્દી ડબિંગ કર્યું છે.

  નંદિની શર્મા

  નંદની શર્માએ 'ગીતા ગોવિંદા'માં રશ્મિકા મંદન્ના અને 'મધુરા રાજા'માં મહિમા નામ્બિયાર માટે હિન્દીમાં ડબિંગ કર્યું છે.

  પલ્લવી જાધવ

  પલ્લવી જાધવે ફિલ્મ 'સામ્યા 2'માં કીર્તિ સુરેશ માટે પોતાનો અવાજ આપ્યો છે. આ સાથે જ 'ડેરિંગ બાઝ'માં સામંથા રૂથ પ્રભુ અને 'બાજાર'માં અદિતિ પ્રભુદેવા માટે હિન્દીમાં ડબિંગ કર્યું છે.

  આ પણ વાંચો'શાહરૂખના દેશથી છો, ભરોસો છે', આટલું બોલી ટ્રાવેલ એજન્ટે ઈજિપ્તમાં ભારતીયની મદદ કરી, હવે SRK એ મોકલી ભેટ

  મુસ્કાન જાફરી

  મુસ્કાન જાફરીએ એક્ટ્રેસ કલ્યાણી પ્રિયદર્શન માટે ફિલ્મ 'તકદીર'માં પોતાનો અવાજ આપ્યો છે. મુસ્કાન જાફરીએ 'રેમો' અને 'ધ સુપર ખિલાડી 3'માં કીર્તિ સુરેશ, 'ડિયર કોમરેડ'માં રશ્મિકા મંદન્ના, 'શિવલિંગા'માં રિતિકા સિંહ, 'દમદાર'માં અનુપમા પરમેશ્વરમ માટે હિન્દી ડબિંગ કર્યું છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Samantha, Samantha akkineni, South Actor, South actress, South Cinema, South Cinema News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन