Home /News /entertainment /રણબીરના પિતા બનવા પર તેની 3 એક્સ-ગર્લફ્રેન્ડે આપ્યા રિએક્શન, એકે તો વ્યક્ત કરી આવી ઇચ્છા

રણબીરના પિતા બનવા પર તેની 3 એક્સ-ગર્લફ્રેન્ડે આપ્યા રિએક્શન, એકે તો વ્યક્ત કરી આવી ઇચ્છા

ત્રણેય એક્ટ્રેસીસ સાથે રિલેશનશિપમાં હતો રણબીર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની રિલેશનશિપ ચાર વર્ષ જૂની છે. અયાન મુખર્જીની હાલમાં જ રિલીઝ થયેલી 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ દરમિયાન તેમની નિકટતા વધી હતી. આલિયા પહેલા રણબીર બોલિવૂડની ઘણી એક્ટ્રેસીસને ડેટ કરી ચૂક્યો છે.

    બોલિવૂડ એક્ટર રણબીર કપૂર પિતા બની ગયો છે. તેની પત્ની અને એક્ટ્રેસ આલિયા ભટ્ટે રવિવારે મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. રણબીર અને આલિયાના પેરેન્ટ્સ બનવા પર તેમના ફેન્સે તેમને અભિનંદન પાઠવ્યા છે.

    ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેના કલીગ્સ અને ઈન્ટરનેટ દ્વારા તેની સાથે જોડાયેલા તેના ફેન્સે સોશિયલ મીડિયા દ્વારા તેને અભિનંદન પાઠવ્યા છે. જેમાં રણબીર કપૂરની ત્રણ એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ અને સોનમ કપૂરનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો : મા બન્યા બાદ આલિયાએ શેર કરી પહેલી પોસ્ટ, ખુશીથી ઝૂમી ઉઠ્યા દીપિકા સહિત આ બોલીવુડ સેલેબ્સ

    આલિયાની પોસ્ટ પર ત્રણેયએ રિએક્ટ કર્યુ


    આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા દ્વારા દીકરીના જન્મની જાણકારી શેર કરી હતી. તેમની પોસ્ટ પર રિએક્શન આપતા, જ્યારે દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફે સિંપલ કોન્ગ્રેચ્યુલેશન્સ લખ્યું છે, ત્યારે સોનમ કપૂરે આલિયા અને રણબીરની દીકરીને જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આલિયાને અભિનંદન આપતા તેણે લખ્યું, "મુબારક હો ડાર્લિંગ ગર્લ. તમારી પ્રિન્સેસને જોવા માટે રાહ નથી જોઈ શકતી.

    ત્રણેય એક્ટ્રેસીસ સાથે રિલેશનશિપમાં હતો રણબીર


    સોનમ કપૂર, દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ સહિત આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા પહેલા રણબીર કપૂર ઘણી હસીનાઓ સાથે રિલેશનશિપમાં હતો. સોનમ કપૂર સાથે રણબીરની રિલેશનશિપ ત્યારે શરૂ થઇ જ્યારે તે તેની ડેબ્યૂ ફિલ્મ 'સાવરિયા'નું શૂટિંગ કરી રહ્યો હતો. કહેવાય છે કે બંનેની નિકટતા ઘણી વધી ગઈ હતી, પરંતુ તેમની રિલેશન વધુ ટકી શક્યા નહીં.

    આ પણ વાંચો : આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે ખુશીઓના વધામણા, એક્ટ્રેસે દીકરીને આપ્યો જન્મ

    ફિલ્મ 'બચના એ હસીનો' દરમિયાન રણબીર કપૂર અને દીપિકા પાદુકોણના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. બાદમાં દીપિકાએ રણબીર પર દગો કરવાનો આરોપ લગાવીને તેની સાથે રિલેશન તોડી નાખ્યો હતો. રણબીર કપૂર અને કેટરીના કૈફના રિલેશનની સૌથી વધુ ચર્ચા થઈ હતી. બંને ફિલ્મ રજનીતિના સેટ પર નજીક આવ્યા હતા અને તેમની રિલેશનશિપ લગભગ 6 વર્ષ સુધી ચાલી હતી. રણબીરે પણ કેટરીનાને તેના પરિવાર સાથે પણ પરિચય કરાવ્યો હતો. તે તેની સાથે લિવ-ઈન રિલેશનમાં પણ હતો. પરંતુ ફિલ્મ 'જગ્ગા જાસૂસ'ના શૂટિંગ દરમિયાન બંનેનું બ્રેકઅપ થઈ ગયું.


    'બ્રહ્માસ્ત્ર'ના સેટ પર આલિયાની નજીક આવ્યો રણબીર


    રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લવ સ્ટોરી 'બ્રહ્માસ્ત્ર' ના સેટ પર શરૂ થઈ હતી અને તેઓએ 14 એપ્રિલ 2022 ના રોજ એક પ્રાઇવેટ ઇવેન્ટમાં લગ્ન કર્યા હતા, જેમાં બંનેના પરિવારના સભ્યો અને મિત્રોએ હાજરી આપી હતી. આલિયાએ જૂનમાં પોતાની પ્રેગ્નન્સી અનાઉન્સ કરી હતી.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Alia Bhatt, Deepika Padukone, Katrina kaif, Ranbir Kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन