Home /News /entertainment /Shaheed Diwas: અજય દેવગણથી માંડી સોનુ સૂદે શહિદો પર બનેલી આ ફિલ્મોમાં ક્રાંતિકારી પાત્રને સંપુર્ણ ન્યાય આપ્યો

Shaheed Diwas: અજય દેવગણથી માંડી સોનુ સૂદે શહિદો પર બનેલી આ ફિલ્મોમાં ક્રાંતિકારી પાત્રને સંપુર્ણ ન્યાય આપ્યો

શહિદો પર બનેલી આ ફિલ્મોએ લોકોના દિલમાં એક અલગ છાપ છોડી છે

Shaheed Diwas: મહાન ક્રાંતિકારી સરદાર ભગતસિંહની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે. આ અવસર પર અમે બોલીવુડની એ ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ, જેમાં અજય દેવગનથી લઈને સોનુ સૂદ જેવા કલાકારોએ સિલ્વર સ્ક્રીન પર આ દમદાર પાત્ર ભજવ્યું હતું.

વધુ જુઓ ...
Shaheed Diwas:   દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતી આપનાર ભારતના વીરો અને ક્રાંતિકારીઓ વિશે જેટલુ લખીએ તેટલુ ઓછુ છે, ભારતની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર આપણા ક્રાંતિકારીઓની ગાથા હંમેશા ગાતી રહેવાશે. દેશની આઝાદીમાં મહત્વપુર્ણ ફાળો આપનાર ક્રાંતિકારી વીરોમાં પ્રથમ વ્યક્તિનું નામ સરદાર ભગતસિંહનું છે. દેશના અસલી હીરો, સરદાર ભગતસિંહે દેશની આઝાદીને પોતાના જીવથી પણ વ્હાલી માની હતી અને દેશને આઝાદ કરાવવા માટે તેમણે 23 માર્ચ, 1931ના રોજ 23 વર્ષની વયે હસતા હસતા શહીદ થઈ ગયા હતા.

તેથી જ આજનો દિવસ શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવતો હોય છે. જોકે, 23 માર્ચના રોજ વિવિધ જગ્યાઓએ ભારતના વીરોને યાદ કરી તેમને દેશ માટે આપેલી આહુતી અને તેમના કામોને યાદ પણ કરતા હોય છે. જેમાં આ અવસર પર અમે તમને એ ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ, જેમાં સ્ટાર્સે પડદા પર ભગત સિંહની ભૂમિકા ભજવી હતી, અને મહાન ક્રાંતિકારીઓના સુંદર રીતે પાત્રોને ભજવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

અજય દેવગન- વર્ષ 2002માં અજય દેવગણે ફિલ્મ 'ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ'માં સરદાર ભગત સિંહની ભૂમિકા ભજવી હતી. આ રોલ તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો, અને આ રોલ માટે અજયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મના ગીતો પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

આ પણ વાંચો : ‘જા તુઝે માફ કિયા તુ ભી ક્યા યાદ કરેગા’ સતીશ કૌશિકને યાદ કરીને અનુપમ ખેર થઈ ગયા ભાવુક

સોનુ સૂદ - દેશના રિયલ હીરોનું ટેગ મેળવવામાં સફળ રહેલા બોલિવૂડ એક્ટર સોનુ સૂદે પણ સિલ્વર સ્ક્રીન પર બીજા રિયલ હીરોની ભૂમિકા ભજવી હતી. યોગાનુયોગ છે કે, આ ફિલ્મ પણ વર્ષ 2002માં જ રિલીઝ થઈ હતી. ફિલ્મનું નામ શહીદ-એ-આઝમ હતું. આ ફિલ્મમાં સોનુ સૂદે સરદાર ભગત સિંહની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો હતો પરંતુ આ ફિલ્મને લઈને બહુ ચર્ચા નથી થઈ.

બોબી દેઓલ- જ્યારે સરદાર ભગત સિંહ પર ફિલ્મ કરવાની વાત આવી ત્યારે પંજાબના બંને પુત્રો આગળ આવ્યા. અમે વાત કરી રહ્યા છીએ સની દેઓલ અને બોબી દેઓલની, જોકે, આ ફિલ્મમાં સનીએ ચંદ્રશેખર આઝાદની ભૂમિકા ભજવી હતી, તો બીજી તરફ નાના ભાઈ બોબી દેઓલ સરદાર ભગત સિંહના રોલમાં જોવા મળ્યા હતા. 23 માર્ચ 1931 શહીદ ફિલ્મમાં બંને કલાકારોના અભિનયને પસંદ કરવામાં આવ્યો હતો.

સિદ્ધાર્થ- આમિર ખાનની ફિલ્મ રંગ દે બસંતી એક અલગ જ ફ્લેવર સાથે બની હતી. નવી રીતે ક્રાંતિનો અવાજ ઉઠાવનાર સાઉથ એક્ટર સિદ્ધાર્થનું પાત્ર સરદાર ભગત સિંહથી પ્રેરિત હતું. ફિલ્મમાં અભિનેતાના અભિનયને ખૂબજ પસંદ કરવામાં આવ્યો હતો.

અમોલ પરાશર- અમોલ પરાશર વિશે વાત કરીએ તો, તેઓ સરદાર ભગતસિંહની ભૂમિકા ભજવનાર કલાકારોની યાદીમાં તદ્દન નવા છે. તેણે વિકી કૌશલની ફિલ્મ સરદાર ઉધમ સિંહમાં તેના પાર્ટનર સરદાર ભગત સિંહની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને બંનેની એક્ટિંગને પસંદ કરવામાં આવી હતી.
First published:

Tags: Ajay devagan, Bhagat Singh, Sonu sood

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો