સરકારના નિર્ણયથી નારાજ ફ્રેન્ચ અભિનેત્રીએ એવોર્ડ ફંક્શનમાં સ્ટેજ ઉપર જ ઉતારી દીધા પોતાના તમામ કપડા

સરકારના નિર્ણયથી નારાજ ફ્રેન્ચ અભિનેત્રીએ એવોર્ડ ફંક્શનમાં સ્ટેજ ઉપર જ ઉતારી દીધા પોતાના તમામ કપડા
ફ્રાન્સની અભિનેત્રી કોરેન માસિરોએ સ્ટેજ પર ઉતાર્યા કપડા. (Pic- AP)

અભિનેત્રી કોરેન મોરિસો ગધેડાનો Costume પહેરીને સ્ટેજ પર પહોંચ્યા બાદ બધા કપડા ઉતારી દીધા, પીઠ પર લખ્યું હતું- ‘કલ્ચર નહીં તો ફયૂચર નહીં’

 • Share this:
  પેરિસ. દુનિયાભરમાં પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારના રસ્તા અપનાવે છે. પરંતુ ફ્રાન્સ (France)ની એક અભિનેત્રીએ વિરોધનો જે રસ્તો અપનાવ્યો તેનાથી તમામ લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા. ફ્રાન્સની 57 વર્ષીય અભિનેત્રી કોરેન મોરિસો (Corrine Masiero)એ સરકારના એક નિર્ણયનો વિરોધ કરવા માટે એવોર્ડ ફંક્શનમાં સ્ટેજ ઉપર જ પોતાના કપડા ઉતારી દીધા. આ એવોર્ડ ફંક્શનનું નામ સીઝર એવોર્ડ (César Awards) છે તેને ફ્રાન્સમાં ઓસ્કરની બરાબર સમજવામાં આવે છે.

  મૂળે, ફ્રાન્સમાં કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic)ના કારણે સિનેમાઘર અને થિએટરને સરકારે છેલ્લા 3 મહિનાથી બંધ કરી દીધા છે. એવામાં અનેક આર્ટિસ્ટ પરેશાન છે. આ દરમિયાન ફ્રાન્સમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને સીઝર એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં માસિરોને બેસ્ટ કોસ્યૂદીમનો એવોર્ડ આપવા માટે આમંત્રિત કરવામાં આવી હતી. તેના માટે માસિરો ફંક્શનમાં પહોંચી. તે ગધેડાના કોસ્ચ્યૂમનો પોશાક પહેરી સ્ટેજ પર ગઈ. તેની નીચે તેણે લોહીથી ખરડાયેલો એક ડ્રેસ પહેર્યો હતો.  આ પણ વાંચો, નવો મોબાઇલ ફોન ખરીદતાં પહેલા જરૂર ચેક કરો આ બાબતો, ફોન અસલી છે કે નહીં ખબર પડી જશે!

  એવોર્ડ ફંક્શન દરમિયાન જ તેમણે સ્ટેજ પર પહોંચ્યા બાદ પોતાના તમામ કપડા ઉતારી દીધા. તેમની આ હરકતથી ત્યાં ઉપસ્થિત તમામ લોકો ચોંકી ગયા. માસિરોએ પોતાના શરીર પર સરકાર માટે એક સંદેશ પણ લખ્યો હતો. તેમણે લખ્યું હતું, કલ્ચર નહીં તો ફયૂચર નહીં.

  તેમની પીઠ પર આ સંદેશ ફ્રાન્સના વડાપ્રધાન જિએન કાસ્ટેક્સ (Jean Castex) માટે પણ લખાયેલો હતો. માસિરોની પીઠ પર લખ્યું હતું, ‘અમને અમારી કલા પરત કરી દો. જિએન.’ આ ફંક્શનમાં પહોંચેલા કેટલાક અન્ય કલાકારોએ પણ સરકારને આવી જ અપીલ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફ્રાન્સમાં કોવિડ-19 મહામારીના કારણે ગયા વર્ષે ડિસેમ્બરથી જ સિનેમાઘર બંધ છે.

  આ પણ વાંચો, Explained: 15 અને 16 માર્ચે બેંક હડતાળ, જાણો કઈ સેવાઓ પર પડશે અસર
  ડિસેમ્બરમાં પણ ફ્રાન્સના અસંખ્ય કલકારો, ફિલ્મ ડાયરેક્ટરો, મ્યૂઝિશિયન સહિત ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અન્ય લોકોએ પેરિસમાં સરકારની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ તમામની માંગ હતી કે જે પ્રકારથી બીજા સ્થળો પરથી પ્રતિબંધ હટાવી દીધા છે, તેવી જ રીતે કલા કેન્દ્રો ઉપરથી પણ પ્રતિબંધ હટાવી દેવા જોઈએ.
  Published by:Mrunal Bhojak
  First published:March 14, 2021, 08:31 am

  ટૉપ ન્યૂઝ