છેતરપીંડીનાં કેસમાં થઇ શકે છે અમીષા પટેલની ધરપકડ

અમીષા પટેલે તેની ફિલ્મ 'દેસી મેજિક' માટે અઢી કરોડ રૂપિયા ઉધાર લીધા હતાં

અમીષા પટેલે તેની ફિલ્મ 'દેસી મેજિક' માટે અઢી કરોડ રૂપિયા ઉધાર લીધા હતાં

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ફિલ્મ 'ફેમિલી ઓફ ઠાકુરગંજ'નાં પ્રોડ્યૂસર અજય સિંહને અઢી કરોડનો ચૂનો લગાવવો અમીષા પટેલને ખુબ ભારે પડી રહ્યું ચે. 8 જુલાઇ 2019નાં રાંચી કોર્ટે અમીષ પટેલને રાંચી કોર્ટમાં હાજર રહેવાનાં સમન મોકલ્યા હતાં. પણ કાયદાથી બેખોફ અમીષા પટેલ પોતે ન આવી અને તેનાં બિઝનેસ પાર્ટનર કુણાલ ગુમરને મોકલ્યો હતો.

  આ પણ વાંચો-15 લોકોની સામે આ એક્ટ્રેસે આપ્યો હતો ન્યૂડ સીન, જણાવી આખી કહાની

  હવે 'ફેમિલી ઓફ ઠાકુરગંજ'નાં પ્રોડ્યુસર અજય કુમાર સિંહનાં વકીલ ગોપાલ કૃષ્ણ સિન્હાએ કરો્ટમાં બંને વિરુદ્ધ બીનજામીન પાત્ર વોરંટ જારી કરવા માટે અનુરોધ કર્યો છે. કોર્ટે વોરંટ પણ જારી કરી દીધો છે. અને જલ્દી જ રાંચી પોલીસ અમીષા પટેલની ધરપકડ કરવા માટે મુંબઇ રવાના થઇ શકે છે.  આ કેસ ગત વર્ષનો છે જ્યારે અમીષા પટેલની ફિલ્મ 'દેસી મેજિક' માટે અઢી કરોડ રૂપિયા ઉધાર લીધા હતાં. પણ ગત એક વર્ષથી પૈસા પાછા આપવાની વાત પર કોઇ જવાબ આપી રહ્યાં નથી. તેને કારણે 'ફેમિલી ઓફ ઠાકુરગંજ 'નાં પ્રોડ્યુસર અજય કુમાર સિંહે રાંચીની એક કોર્ટનો દરવાજો ખખડાવ્યો.

  આ પણ વાંચો-પૂલ સાઇડ રિલેક્સ મૂડમાં જોવા મળી દેશી ગર્લ, તસવીરો VIRAL

  અજય સિંહ અનુસાર- અમીષા પટેલની આ ફિલ્મ જૂન 2019નાં રોજ રિલીઝ થવાની હતી. પણ તેણે સેપ્ટેમ્બર સુધી તેની રિલીઝ ડેટ વધારી દીધી. મને 3 કરોડ રૂપિયાનો ચેક આપ્યો. જોકે તે બાઉન્સ ગયો. મે જ્યારે ફોલો અપ લેવાનો પ્રયાસ કર્યો તો તેનું વલણ સંપૂર્ણ બદલાઇ ગયું. તેણે મને કહ્યું કે, હું એક ખુબજ સામાન્ય નાનો રોકાણકાર છું અને મારે ચુપ રહેવું જોઇએ. પણ આ મારો પૈસો હતો અને મને તે વ્યાજ સહિત પાછો જોઇએ છે.  આપને જણાવી દઇએ કે, 19 જુલાઇનાં અજય કુમાર સિંહની ફિલ્મ 'ફેમિલી ઓફ ઠાકુરગંજ' ફિલ્મ આવવાની હતી જેમાં જિમ્મી શેરગિલ, માહી ગિલ, નંદિશ સંધૂ, સૌરભ શુક્લા, સુપ્રિયા પિલગાંવકર, મનોજ પાહવા ખાસ રોલમાં છે. આ ફિલ્મની કહાની દિલીપ શુક્લાએ લખી હતી. જેને મનોજ ઝાએ ડિરેક્ટ કરી છે.

  આ પણ વાંચો-Fat To Fit થયો રામ કપૂર, ઓળખવો થશે મુશ્કેલ
  Published by:Margi Pandya
  First published: