રોડ અકસ્માતમાં ડાન્સ ક્વિન હરીશ સહિત ચારના મોત

News18 Gujarati
Updated: June 2, 2019, 5:03 PM IST
રોડ અકસ્માતમાં ડાન્સ ક્વિન હરીશ સહિત ચારના મોત
ડાન્સ ક્વીન હરીશ (ફાઈલ ફોટો)

રાજસ્થાની લોક નૃત્યનો આ એક એવો કોરિયોગ્રાફર લોક ગુરૂ છે, જેના એકલા જાપાનમાં 2000થી વધારે શિષ્ય છે

  • Share this:
આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની કળાથી લાકો પ્રશંસકોના દિલ પર રાજ કરનારા જેસલમેરના પ્રક્યાત ડાન્સ ગુરૂ ક્વિન હરીશનું રવિવારે એક રોડ અકસ્માતમાં દર્દનાક મોત થયું, જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા. હરીશ એક કાર્યક્રમમાં ભાગ લેવા પોતાની ટીમ સાથે જઈ રહ્યા હતા, જોધપુરના બિલાડા નજીક ટ્રેક સાથે તેમની ગાડીની ટક્કરમાં હરીશ સહિત ચાર લોક કલાકારના મોત થયા છે. હરીશના મોતના સમાચારથી જેસલમેરમાં લોકો સ્તબ્ધ છે. હરીશે લોક નૃત્ય, સંસ્કૃતિને દેશ વિદેશમાં ઓળખ આપી હતી.

ડાન્સર ક્વીન હરીશનું રોડ અકસ્માતમાં મોત
જેસલમેરમાં રાજસ્થાની લોક નૃત્યનો આ એક એવો કોરિયોગ્રાફર લોક ગુરૂ છે, જેના એકલા જાપાનમાં 2000થી વધારે શિષ્ય છે, અને દર વર્ષે તેમાં સળંગ વધારો થતો હતો. હરીશ નામનો આ લોક ગરૂ માત્ર 38 વર્ષના જ હતા. જાપાની યુવક યુવતીઓમાં આ લોક ગૂરૂ ખુબ પ્રખ્યાત છે. દર વર્ષે ડઝનોબંધ યુવતીઓ રાજસ્થાની લોક સંગીત અથવા લોક નૃત્ય શીખવા જેસલમેર આવતી હતી, અને હરીશ પણ વર્ષમાં એક-બે વખત જાપાનના અલગ અલગ શહેરમાં જઈ રાજસ્થાની નૃત્ય સીખવવા પ્રશિક્ષણ આપવા જતા હતા.

હરીશના નિધન પર સીએમ ગેહલોતે સંવેદના વ્યક્ત કરી
ડાંસર ક્વિન હરીશના નિધન પર મુખ્યમંત્રી અસોક ગેહલોતે ઊંડી સંવેદના વ્યક્ત કરી, સાથે જ જેસલમેર જ નહીં પરંતુ રાજ્ય માટે દુકની ઘટના બતાવી અને હરીશનું નિધન લોક કળા ક્ષેત્રમાં એક મોટી કમી ગણાવી.



5 હજારથી વધારે કલાકારોને તેમણે પ્રશિક્ષણ આપ્યું
હરીશ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 5000થી વધારે કલાકારોને રાજસ્થાની લોક સંગીતનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. રાજસ્થાની નૃત્ય જેમાં ઘુટના, ચકરી, ભવાઈ, તરાજૂ, તેરહ તાલી, ઘૂમર, ચરી, કાલબેલિયા મુખ્ય છે. આ તમામ નૃત્યોમાં હરીશ પારંગત હતા. આ નૃત્યનો જાદુ તે લગભગ 60 દેશોમાં ફેલાવી ચુક્યા હતા. જેના માટે હરીશને કેટલાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે.
First published: June 2, 2019, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading