Home /News /entertainment /Raj Kundra Pornography Case : રાજ કુન્દ્રાની કંપનીનાં ચાર કર્મચારીઓ સરકારી સાક્ષી બનવા તૈયાર
Raj Kundra Pornography Case : રાજ કુન્દ્રાની કંપનીનાં ચાર કર્મચારીઓ સરકારી સાક્ષી બનવા તૈયાર
Photo-Instagram
Raj Kundra Pornography Case : રાજ કુન્દ્રાનાં ચાર કર્મચારીઓએ પૂછપરછમાં ઓફિસની અંદર હાજર સીક્રેટ તીજોરીનું રહસ્ય ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું. તે સીક્રેટ તીજોરીમાંથી પોલીસને એક બોક્સમાંથી 51 વીડિયો મળ્યાં છે.
દિવાકર સિંહ: પોર્નોગ્રાફી કેસ (Pornography Case) માં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ રાજ કુન્દ્રા (Raj Kundra)ની મુશ્કેલીઓ વધતી જતી જોવા મળે છે. પોર્ન વીડિયોઝ અને ફિલ્મ બનાવવા મામલે ક્રાઇમ બ્રાન્ચ (Mumbai Crime Branch)નાં પ્રોપર્ટી સેલને એક મોટી કામયાબી હાંસેલ થઇ છે. રાજ કુન્દ્રાની કંપનીનાં ચાર કર્મચારીઓ હવે સરકારી સાક્ષી બનવા તૈયાર છે. સરકારી સાક્ષી બની તે પોર્નોગ્રાફીનાં આ ગંધા ધંધાનો પર્દાફારશ કરવામાં પોલીસની મદદ કરશે.
સૂત્રોને મળતી માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચનાં પ્રોપર્ટી સેલની સામે ચારેયે ઘણાં રહસ્ય ખોલ્યા છે. તેમણે જણાવ્યું છે કે, કેવી રીતે આ આખુ રેકેટ ચાલતુ હતું. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં રાજ કુન્દ્રાનાં કર્મચારીઓએ જણાવ્યું કે, માત્ર દોઢ વર્ષમાં રાજ કુન્દ્રાએ અશ્લીલ વીડિયો દ્વારા આશરે 25 કરોડ રૂપિયા કમાયા છે. તેણે જણાવ્યું કે, અશ્લીલ ફિલ્મો દ્વારા જે કમાણી થાય છે તે પહેલાં કેનેરિન કંપનીમાં મોકલવામાં આવે છે અને પછી અન્ય રીતે તે રાજ કુન્દ્રા સુધી પહોંચે છે. હવે ક્રાઇમ બ્રાન્ચને શંકા છે કે, આ બીજો રસ્તો ક્રિપ્ટો કરન્સી હોઇ શકે છે. પોલીસે હવે તેની તપાસ શરૂ કરી છે. કેવી રીતે આ પૈસો રાજ કુન્દ્રા સુધી પહોંચે છે.
તો રાજ કુન્દ્રાની 'સીક્રેટ તીજોરી'માંથી જે બોક્સ પોલીસને મળ્યું છે તેમાં એક બોક્સમાં 51 વીડિયોઝ પોલીસનાં હાથે લાગ્યા છે. આપને જણાવી દઇએ કે, રાજ કુન્દ્રાનાં કર્મચારીઓએ જ પૂછપરછમાં ઓફિસની અંદર હાજર સીક્રેટ તીજોરીનું રહસ્ય ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું. આ જાણકારી બાદ જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શનીવારે (24 જુલાઇ)નાં રાજનાં રોજ ઓફિસમાં ફરી એક વખત રેઇડ પાડી હતી.
સરકારી સાક્ષી બનવા તૈયાર થયેલા કર્મચારીઓ મુજબ, આ તીજોરીમાં અશ્લીલ ફિલ્મોથી થયેલી કમાણીનાં તમામ દસ્તાવેજ હોતા હતાં. ગહના વશિષ્ઠ અને ઉમેશ કામતની ધરપકડ થયા બાદ આ પ્રકારનાં તમામ દસ્તાવેજો આ તીજોરીમાં છુપાવવામાં આવ્યાં હતાં. જેથી પોલીસનાં હાથે કંઇ લાગી ન શકે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર