Home /News /entertainment /

ફોર્બ્સના '30 અંડર 30 એશિયા' લિસ્ટમાં અનુષ્કા સહિત આ ભારતીયો સામેલ

ફોર્બ્સના '30 અંડર 30 એશિયા' લિસ્ટમાં અનુષ્કા સહિત આ ભારતીયો સામેલ

    ફોર્બ્સ મેગ્જીને પોતાની '30 અંડર 30 એશિયા' લિસ્ટ જાહેર કર્યુ છે. આ લિસ્ટમાં કુલ 300 લોકોએ જગ્યા બનાવી છે. મોટી વાત એ છે કે આમાં ભારતના સૌથી વધારે યુવાનોનું નામ છે. આ લિસ્ટમાં ભારતના 65 યુવાઓ સામેલ છે. ભારત બાદ ચીનનો નંબર છે. જેમાં 59 યુવાઓને સમ્માન મળ્યું છે. આ લિસ્ટમાં એ યુવાનોને સામે કરવામાં આવ્યા છે. જેઓએ પોતાના ક્ષેત્રમાં કંઈક હટકે કામ કર્યું હતું અથવા કંઈક નવું કર્યું હતું.

    લિસ્ટમાં એશિયા-પેસેફિકના 24 દેશને સામેલ કરવામાં આવ્યા છે. સાથે જ નોર્થ કોરિયા અને અજરબેઝાનને પણ પહેલી વાર આ લિસ્ટમાં જગ્યા મળી છે. આ યુવાઓને ઓનલાઈન વોટિંગના માધ્મયથી પસંદ કરવામાં આવ્યા છે. લિસ્ટમાં ભારત નંબર-1 પર છે. ભારતના 65 યુવાનોના આ લિસ્ટમાં સામેલ છે. જ્યારે ચીનના 59 યુવાનો સામેલ છે.







    જે બાદ ઓસ્ટ્રેલિયાના 35, સાઉથ કોરિયાના 25, સિંગાપુરના 21, જાપાનના 21, હોંગકોંગના 12 અને પાકિસ્તાનના 7 યુવાઓ સામેલ છે. તમને જણાવી દયે કે ભારતના લોકો દરેક કેટેગરીમાં સામેલ છે. જ્યારે ચીનીઓએ ટેકનોલોજીના ક્ષેત્રમાં સારૂ કામ કર્યું છે.



    અંકિત પ્રસાદ (27 વર્ષ)- 'Bobble Keyboard' નામની એપ બનાવી છે. જે સેલ્ફીને કાર્ટુન ઇમેજમાં બદલે છે. જ્યારે પ્રિયા પ્રકાશ (26 વર્ષ) 'હેલ્થ સેટ ગો' નામનો પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જે સ્કુલના વિદ્યાર્થીઓ માટે સ્વાસ્થ્ય સંબંધી કામ કરે છે.




    બાલા સરદા (26 વર્ષ)- 'વાથમ ટી' નામથી ચાનો બિઝનેસ શરૂ કર્યું હતું. , સુહાની જલોટા (23 વર્ષ)- મહિલા ફાઉન્ડેશન બનાવ્યું છે. માસિક ધર્મ સંબંધિત ઉત્પાદનો બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું અને મહિલાઓને પોતાની સાથે જોડી.





    પદ્મનાભ સિંહ (19 વર્ષ) જયપુરના પ્રિંસ છે, વર્લ્ડ કપ પોલો ટીમનો ભાગ બનનારા અત્યાર સુધીના સૌથી મોટા ખેલાડી છે.




    રાહુલ જ્ઞાન (28 વર્ષ)- ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા અને બાઈક બનાવનાર 'જ્ઞાન મોટર્સ' શરૂ કરી.







    અનુષ્કા શર્મા (29 વર્ષ) ભારતીય ફિલ્મ જગતની સૌથી પેડ એક્ટ્રેસ, અત્યાર સુધીમાં 19 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તે સફળ રહી, શિક્ષણના અધિકારો માટે બનેલી જાહેરાતોમાં પણ કામ કર્યું.








    પીવી સિંધુ (22 વર્ષ)- ઓલંપિકમાં બેડમિંટનમાં ભારત માટે રજત પદક જીત્યું.




    ભૂમિકા અરોડા (29 વર્ષ) મોડલ છે, જેમાં 2016માં વોગ ઇન્ડિયા મેગેઝીનના કવરપેજ પર જગ્યા મળી હતી.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: '30 અંડર 30 એશિયા', Forbes, Innovators, Young, Young star

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन