Home /News /entertainment /Shah Rukh Khan: આ કારણે શાહરૂખ ખાને લીધો હતો ફિલ્મોમાંથી બ્રેક! હવે પોતે જ જણાવ્યું ચોંકાવનારુ કારણ
Shah Rukh Khan: આ કારણે શાહરૂખ ખાને લીધો હતો ફિલ્મોમાંથી બ્રેક! હવે પોતે જ જણાવ્યું ચોંકાવનારુ કારણ
શાહરૂખ ખાને કર્યો મોટો ખુલાસો
શાહરૂખ ખાન લગભગ 4 વર્ષથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે. 'પઠાણ' અને 'જવાન' જેવી ફિલ્મોથી કમબેક કરી રહેલા કિંગ ખાને પોતાના ચાર વર્ષના લાંબા બ્રેક અને આગામી ફિલ્મો વિશે ખુલીને વાત કરી છે.
Shah Rukh Khan Daughter Suhana Khan: બોલિવૂડનો કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર પોતાની બાદશાહી દેખાડવા આવી રહ્યો છે. શાહરૂખ ખાન લગભગ 4 વર્ષથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે.
'પઠાણ' અને 'જવાન' જેવી ફિલ્મોથી કમબેક કરી રહેલા કિંગ ખાને પોતાના ચાર વર્ષના લાંબા બ્રેક અને આગામી ફિલ્મો વિશે ખુલીને વાત કરી છે.
શાહરૂખ ખાન આ દિવસોમાં તેની નવી ફિલ્મોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં, એક્ટર રેડ સી ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચ્યો હતો. ફેસ્ટિવલ દરમિયાન શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે તેની દીકરી સુહાના ખાનને કારણે બ્રેક પર હતો.
શાહરૂખ ખાને કહ્યું, 'સુહાના ન્યૂયોર્ક ભણવા ગઈ હતી, મેં 8 મહિના સુધી મારી દીકરીના ફોનની રાહ જોઈ, વિચાર્યું કે તે મને ફોન કરશે કારણ કે હું કોઈ ફિલ્મ સાઈન કરી રહ્યો નથી. પછી એક દિવસ મેં તેને ફોન કર્યો અને કહ્યું- શું હું હવે કામ શરૂ કરી શકું? દીકરીએ જવાબ આપ્યો - તમે કામ કેમ નથી કરતા? મેં કહ્યું- મને લાગ્યું કે જો તુ ન્યૂયોર્કમાં એકલતા અનુભીશ તો તમે મને ફોન કરીશ...'
શાહરૂખ ખાને પોતાની દીકરીની ચિંતામાં ચાર વર્ષ સુધી કામ ન કર્યું. તેને લાગતું હતું કે જ્યારે પણ સુહાના ઘરને મિસ કરશે તો તે તરત જ તેની પાસે જશે. આવી સ્થિતિમાં કામ અને શૂટિંગ વચ્ચે આવી જાત એટલે તેણે લાંબો બ્રેક લીધો.
એક્શન ફિલ્મ કરવા માંગે છે શાહરૂખ ખાન
શાહરૂખ ખાને અપકમિંગ મૂવીઝને અન્ય એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે હવે આગામી 10 વર્ષ સુધી એક્શન ફિલ્મો કરવા માંગે છે. તે 'મિશન ઈમ્પોસિબલ' જેવી ટોપ એક્શન ફિલ્મમાં કામ કરવા માંગે છે. આ જ કારણ છે કે શાહરૂખ ખાન હવે ચાર વર્ષના બ્રેક પછી 'જવાન' અને 'પઠાણ' જેવી ફિલ્મો દ્વારા કમબેક કરી રહ્યો છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર