અમદાવાદની ફાઇવ સ્ટાર હૉટલે મ્યૂઝિક કમ્પોઝર શેખરને 3 બૉઇલ્ડ એગ માટે પકડાવ્યું 1672 રૂપિયાનું બિલ!

News18 Gujarati
Updated: November 15, 2019, 2:49 PM IST
અમદાવાદની ફાઇવ સ્ટાર હૉટલે મ્યૂઝિક કમ્પોઝર શેખરને 3 બૉઇલ્ડ એગ માટે પકડાવ્યું 1672 રૂપિયાનું બિલ!
શેખર

મ્યૂઝિક કમ્પોઝર જોડી વિશાલ-શેખર (Vishal Shekhar)ના જોડીદાર શેખર રવિજાની (Shekhar Ravjiani)ને ગુરુવારે એક હોટલનું બિલ જોઈને જોરદાર ઝટકો લાગ્યો હતો.

  • Share this:
'ઊંચી દુકાન ફીકા પકવાન' કહેવત તમે સાંભળી હશે. મોટી મોટી હૉટલોમાં સામાન્ય વસ્તુઓ પણ ઊંચા દામથી વેચાતી હોય છે. મ્યૂઝિક કમ્પોઝર જોડી વિશાલ-શેખર (Vishal Shekhar)ના જોડીદાર શેખર રવિજાની (Shekhar Ravjiani)ને ગુરુવારે એક હોટલનું બિલ જોઈને જોરદાર ઝટકો લાગ્યો હતો. વિશાલને જે બિલ મળ્યું છે તેને જોઈને તમે પણ ચોંકી જશો. વિશાલને એક ફાઇવ સ્ટાર હૉટલે ત્રણ બૉઇલ્ડ એગનું 1672 રૂપિયાનું બિલ પકડાવ્યું છે.  શેખરે જે બિલ શેર કર્યું છે તે અમદાવાદના ઉસ્માનપુરા ખાતે આવેલી એક ફાઇવ સ્ટાર હોટલનું છે.

શેખરે જાતે આ બિલને સોશિયલ મીડિયામાં શેર કર્યું છે. આ તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હૉટલે ત્રણ ઇંડાની કિંમત રૂ 1350 ગણી છે. જેના પર ટેક્સ લાગતા ત્રણ ઇંડાનું કુલ બિલ 1672 રૂપિયા થયું હતું. સામાન્ય લોકો માટે આ કિંમત ખરેખર ચોંકાવનારી છે. જોકે, ત્રણ ઇંડા માટે 1672 રૂપિયાનું બિલ જોઈને શેખર પણ ચોંકી ગયો હતો. શેખરે બિલનો ફોટો શેર કરતા લખ્યું કે, "ત્રણ ઇંડાની સફેતી માટે 1672 રૂપિયા? આ કંઈક વધારે જ મોંઘું નથી."
જોકે, આ પ્રથમ પ્રસંગ નથી જ્યારે કોઈ ફાઇવ સ્ટાર હૉટલે બોલિવૂડ સેલિબ્રિટીને ઝટકો આપ્યો હોય. તાજેતરમાં એક્ટર રાહુલ બોસે આવી જ એક હોટલનો ફોટો શેર કર્યો હતો. જેમાં હૉટલે ફક્ત બે કેળા માટે તેને 442 રૂપિયાનું બિલ પકડાવ્યું હતું. બાદમાં આ મામલો આગળ વધતા હોટલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

થોડા સમય પહેલા પ્રિયંકા ચોપડાની બહેન મીરા ચોપડા પણ એક ફાઇવ સ્ટાર હૉટલમાં જમવા માટે પહોંચી હતી, અહીં જમવામાં જીવાત જોવા મળી હતી. મીરાએ આ અંગેનો વીડિયો શેર કર્યો હતો.
First published: November 15, 2019, 9:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading