Fitness fanda: 55 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવી ફીટનેસ ધરાવે છે Milind Soman, ફેન્સ સાથે શેર કર્યુ પોતાનું ડાયટ

મિલિન્ડ સોનમ ફિટનેશ મંત્રા ફાઈલ તસવીર

Fitness fanda: પોતાના દિવસની શરૂઆત મિલિન્દ સોમન સૌથી પહેલા 500 મિલીલીટર પાણી પીને કરે છે. ત્યાર બાદ 10 વાગ્યે તેમનો નાસ્તો હોય છે. જેમાં તે નટ્સ, પપૈયું, તરબૂચ કે સીઝનલ ફ્રૂટ જેમ કે કેરી ખાય છે.

  • Share this:
Fitness fanda: એક્ટર અને મોડલ (Actor and modal) મિલિન્દ સોમન (Milind soman) 55 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ છે. આ ઉંમરમાં પણ તેમની ફિટનેસ (fitness) વખાણવા લાયક છે. આ ઉંમરમાં પણ તેઓની ફિટનેસ અને એનર્જીના કારણે તેઓ યુવાનોને પણ પાછળ છોડતા નજર પડી રહ્યા છે. તે સોશિયલ મીડિયામાં (social media) ઘણા એક્ટિવ રહે છે અને સમયસર પોતાના ફિટનેસ સિક્રેટ (Fitness Secret) ફેન્સ સાથે શેર પણ કરે છે. હાલમાં જ તેણે ફરી એક વાર પોસ્ટ દ્વારા પોતાની ફિટનેસ મંત્ર ફેન્સ સાથે શેર કર્યો છે અને પોતાના ડાયટ વિશે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં (Instagram post) જણાવ્યું છે.

આ રીતે કરે છે દિવસની શરૂઆત
પોતાના દિવસની શરૂઆત મિલિન્દ સોમન સૌથી પહેલા 500 મિલીલીટર પાણી પીને કરે છે. ત્યાર બાદ 10 વાગ્યે તેમનો નાસ્તો હોય છે. જેમાં તે નટ્સ, પપૈયું, તરબૂચ કે સીઝનલ ફ્રૂટ જેમ કે કેરી ખાય છે.

બપોરે શાકાહારી ભોજન
તો મિલિન્દ સોમન ખૂબ ખોરાક લે છે. જે મોટા ભાગે શાકાહારી ભોજન હોય છે. લંચ બપોરે 2 વાગ્યે કરવાનું પસંદ કરે છે. તેમાં ભાત અને દાળની ખીચડી હોય છે. સાથે જ સ્થાનિક ઋતુગત શાકભાજી હોય છે. તેમાં એક ભાગ દાળ, ભાત અને બે ભાગ શાકભાજીની સાથે તે બે ચમચી ઘી લે છે.

આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

આ પણ વાંચોઃ-જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ

આ સિવાય ક્યારેક-ક્યારેક તે શાક અને દાળની સાથે 6 રોટલી ખાય છે. તો ખૂબ જ ઓછું જેમ કે મહીનામાં એક વખત એક નાનો ટુકડો ચિકન, મટન કે એક ઇંડુ ખાય છે.



બ્લેક ટી પણ પસંદ છે
મિલિન્દ સોમન સાંજે 5 વાગ્યે ક્યારેક ક્યારેક એક કપ બ્લેક ટી પીવાનું પસંદ કરે છે. તેમાં તેઓ ખાંડની જગ્યાએ ગોળ નાખે છે. તો સાંજનું ભોજન તેઓ 7 વાગ્યે કરવાનું પસંદ કરે છે. તે પણ સાદુ ભોજન હોય છે અને તેમાં તેઓ એક પ્લેટ શાકભાજી કે ભાજી લે છે. આ સિવાય ક્યારેક ક્યારેક ખૂબ વધુ ભૂખ લાગે તો ખિચડી ખાવાનું પસંદ કરે છે. પરંતુ નોન વેજ ખાતા નથી.
First published: