સૌપ્રથમ વખત બોલિવુડ ફિલ્મનું ગુજરાતમાં યોજાશે સ્ક્રિનિંગ, CM રૂપાણી રહેશે હાજર

News18 Gujarati
Updated: May 20, 2019, 7:37 PM IST
સૌપ્રથમ વખત બોલિવુડ ફિલ્મનું ગુજરાતમાં યોજાશે સ્ક્રિનિંગ, CM રૂપાણી રહેશે હાજર
આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી સહિત ફિલ્મના લીડ એક્ટર વિવેક ઓબરોય પણ હાજર રહેશે.

આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી સહિત ફિલ્મના લીડ એક્ટર વિવેક ઓબરોય પણ હાજર રહેશે.

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદ: આવતીકાલે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી'નું સ્ક્રિનીગ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મનું સ્ક્રિનિંગ અમદાવાદમાં યોજવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી સહિત ફિલ્મના લીડ એક્ટર વિવેક ઓબરોય પણ હાજર રહેશે.

મહત્વની વાત એ છે કે, સૌપ્રથમ વખત કોઈ બોલિવુડ ફિલ્મનું પ્રિવ્યુ ગુજરાતમાં યોજવામાં આવી રહ્યું છે.  કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી ગુજરાતના વતની છે, આ કારણથી ફિલ્મના પ્રોડ્યુસર અને ટીમે આ ફિલ્મનું સ્ક્રિનિંગ ગુજરાતમાં રાખવાનું નક્કી કર્યું છે. આ ઐતિહાસિક પ્રસંગમાં સીએમ વિજય રૂપાણી સહિત અનેક નેતા હાજર રહેશે. આ સાથે વિવેક ઓબરોય અને ફિલ્મના પ્રોડ્યુસર સંદીપ સિંહ, ડાયરેક્ટર ઓમંગ કુમાર સહિત અન્ય કલાકારો પણ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ 24મેના રોજ રીલિઝ થવાની છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પણ વડાપ્રધાન મોદીના જીવન પર બનનારી પીએમ નરેન્દ્ર મોદીની ફિલ્મને લઈને કોંગ્રેસ સહિત અન્ય કેટલાંક પક્ષોએ ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરી હતી, જેને પગલે આચારસંહિતા અમલમાં હોવાથી ચૂંટણીપંચે ફિલ્મ બનાવનારા નિર્માતાને આ અંગે જવાબ રજૂ કરવા આદેશ આપ્યો નોટિસ પાઠવી હતી.

તમને જણાવી દઈએ કે, અગાઉ એવા સમાચાર હતા કે, નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખને એક અઠવાડિયું લંબાવી છે અને તે હવે 11મી એપ્રિલે રિલીઝ કરવાનું નક્કી કરાયું છે. વિવેક આનંદ ઓબેરોયને નરેન્દ્ર મોદીની ભૂમિકામાં દર્શાવતી આ ફિલ્મની મૂળ રિલીઝ ડેટ તો 12 એપ્રિલ નક્કી કરાઈ હતી. પરંતુ ચૂંટણી પંચની નોટિસ બાદ ફિલ્મની રિલીઝની તારીખમાં ફેરફાર કરી લોકસભા ચૂંટણીના પરિણામના બીજા દિવસે એટલે કે 24મેના રોજ રીલિઝ કરવામાં આવી રહી છે.
First published: May 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading