એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મી સ્ટાર 'મુંબઇ સાગા'નું પહેલું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મમાં જ્હોન અને ઇમરાન ઉપરાંત સુનિલ શેટ્ટી, જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર, પ્રતીક બબ્બર, રોનિત રોય અને અમોલ ગુપ્તે પણ મહત્વનો રોલ અદા કરી રહ્યાં છે. આ ફિલ્મ ડિરેક્ટર સંજય ગુત્તા ડિરેક્ટ કરશે.
આ પહેલાં સંજય ગુપ્તાએ 'શૂટઆઉટ એટ વડાલા', 'શૂટઆઉટ એટ લોખંડવાલા' અને 'કાબિલ' જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે. સંજય ગુપ્તાની 'મુંબઇ સાગા' 19 જૂન 2020નાં રોજ રિલીઝ થશે. જ્હોન અબ્રાહમે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર શેર કર્યુ છે.
'મુંબઇ સાગા' ફિલ્મની સ્ટોરી 1980થી 1990નાં દાયકાની છે. જ્યારે બોમ્બે માંથી મુંબઇ બન્યું. આ ફિલ્મની સ્ટોરી તે સમયની આસપાસ ફરશે જ્યારે મિલ્સ બંધ થવા લાગી અને અંડરવર્લ્ડ, પોલીસ અને રાજકારણનું જોર શહેર પર વધ્યું. મોટા મોટા વેપારીઓનાં મર્ડર થતા હતાં.
ફિલ્મનાં કેટલાંક સિન્સ સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મને સંજય ગુપ્તા ડિરેક્ટ અને પ્રોડ્યુસ બંને કરી રહ્યાં છે. તેમણે જ ફિલ્મની કહાની લખી છે. 'ટી સિરીઝ' આ ફિલ્મને કો-પ્રોડ્યુસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર