મુંબઇ: રણબીર કપૂર અને આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર'નો હાલમાં જ લોગો રિલીઝ થયો છે. હવે ફિલ્મમાં રણબીર કપૂરનો પહેલો લૂક સામે આવ્યો છે. ડિરેક્ટર અયાન મુખર્જીએ થોડા સમય પહેલાં જ તેનાં અકાઉન્ટ પર રણબીર કપૂરનો પહેલો લૂક શેર કર્યો છે.
આ પોસ્ટ શેર કરતાં અયાને લખ્યુ છે કે, કોઇ રીતે રણબીર કપૂરનાં લૂકમાં બદલાવ થયા. આ તેનો ફિલ્મ માટેનો સૌથી પહેલો લૂક હતો. જોકે તે ફાઇનલ નથી થયો. આ લૂકમાં રણબીર કપૂરનાં વાળ ઘણાં લાંબા છે. તેની સાથે જ એક્ટરે કુરતો પહેરેલો છે.
અયાન મુખર્જીની આ પોસ્ટ મુજબ, રણબીર કપૂરનાં કિરદારનું નામ રૂમી રાખવામાં આવ્યું હતું. જેને બાદમાં બદલીને શિવ કરવામાં આવ્યું. રૂમીનું કેરેક્ટર લાંબા વાળ વાળુ જ તું. રણબીર કપૂરની આ તસવીર તેનાં જુના લૂક ટેસ્ટની છે. રૂમીનું માનવું છે કે, પ્યાર તે પુલ છે જે તમારા અને બાકી બધા વચ્ચેનાં અંતરને દૂર કરે છે. એક લાઇન જે પાયાનો પત્થર છે અને તેનાં પર ફિલ્મની ઇમારત ઉભી છે. પણ થોડા સમય બાદ અમારો વિચાર બદલાયો અને અમે રણબીર કપૂરનો લૂક બદલ્યો. આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન પણ મહત્વનાં કિરદારમાં નજર આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર