એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ફિલ્મ ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં સોનાક્ષિ સિંહનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. આ મૂવીમાં તે સામાજિક કાર્યકર જેઠા મધરપ્યારાની ભૂમિકા અદા કરી રહી છે. જેઠા મધરપ્યારા તે મહિલા છે જેને 299 મહિલાઓની સાથે મળીને ભારતીય સેનાનો સાથ આપ્યો હતો. આ ફિલ્મ એ સત્ય ઘટના પર આધારિત છે. ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા એક વોર ફિલ્મ છે.
ફિલ્મમાં અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, અમ્મી વિર્ક અને શરદ કેલકર મુખ્ય ભૂમિકામાં છે.
ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈંડિયાનું ટી-સીરીઝ અને ભૂષણ કુમાર, ગિન્ની ખાનૂજા, વજીરસિંહ અને કુમાર મંગત પાઠક દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ છે. ફિલ્મ #DisneyPlusHotstarMultiplex ની સાથે @DisneyPlusHotstarVIP પર રિલીઝ કરવામાં આવશે.