સલમાન ખાન અત્યારે રેસ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાને ફિલ્મના એક પછી એક લૂક શેર ક્યા છે. ત્યારે હવે સલમાન ખાને ફિલ્મના સ્ટારકાસ્ટ સાથેનું ઓફિશિયલ પોસ્ટર શેર કર્યું છે. સલમાન ખાને આ પોસ્ટર પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યું છે. જેમાં સલમાન ખાને લખ્યું છે કે 'આ રહી રેસની ફેમેલી' આ સાથે જ રેસની શરૂઆત થઈ ગઈ છે.
ફિલ્મ રેસ 3માં સલમાન ખાન સાથે અનિલ કપૂર, બોબી દેઓલ, જેકલીન ફર્નાડિઝ, સાકિબ સલેમ અને ડેઝી શાહ જોવા મળશે. આ પોસ્ટરમાં તમામનો લૂક એક સિરિયલ લૂક જેવો જોવા મળી રહ્યો છે. જ્યારે જેકલીન ફર્નાડિઝ પોતાના હોટ લૂકમાં જોવા મળી રહી છે. જો કે આ પોસ્ટરમાં પૂજા હેગડે જોવા નથી મળી રહી છે. આમ આ પોસ્ટર જોઈને ખ્યાલ આવી જાય છે કે આ ફિલ્મ એકશન અને ફાઈટ સીન્સ સાથે ભરેલી છે. જો કે હાલ તો આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.
આ ફિલ્મ વિશે વાત કરતા ફિલ્મના નિર્દેશક રમેશ તોરાનીએ મીડિયાને કહ્યું હતું કે ફિલ્મ છેલ્લા 2 પાર્ટ કરતા પણ આ વધારે ગ્રેંડ અને શાનદાર હશે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મને રેમો ડીસૂઝા ડાયરેક્ટ કરી રહ્યાં છે. અને આ ફિલ્મનું બજેટ પણ ખાસુ એવું છે. આ ફિલ્મમાં ઘણા મોટા કલાકારો જોવા મળશે. મહત્વનું છે કે આ ફિલ્મ ઇદના તહેવાર પર રિલીઝ કરવામાં આવશે. આ વખતે ફિલ્મ 'રેસ 3' વધારે રસપ્રદ રહેશે. ફિલ્મમાં સલમાન અને બીજા ઘણા પોપ્યુલર સ્ટાર્સની હાજરી સ્પેશિયલ બનાવે છે.
આ ફિલ્મ સાથે બોબી દેઓલ પણ એકવાર ફરીથી પોતાની એક્ટિંગના અંદાજમાં જોવા મળશે. સલમાન ખાનની રેસ 3 14 જુન 2018ના રોજ રિલીઝ કરવામાં આવશે.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર