Home /News /entertainment /

First Look: પરેશ રાવલ બન્યા અજિત ડોભાલ, સર્જીકલ સ્ટ્રાઇક પર બનશે ફિલ્મ

First Look: પરેશ રાવલ બન્યા અજિત ડોભાલ, સર્જીકલ સ્ટ્રાઇક પર બનશે ફિલ્મ

દ ભારતીય સેનાએ જવાબ આપતા પાકિસ્તાનનાં કબ્જા વાળા કશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ ફિલ્મ તે આખી ઘટના પર આધારિત છે

દ ભારતીય સેનાએ જવાબ આપતા પાકિસ્તાનનાં કબ્જા વાળા કશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ ફિલ્મ તે આખી ઘટના પર આધારિત છે

    મુંબઇ: હાલમાં જ બોલિવૂડ એક્ટર અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પરેશ રાવલ પ્રધાનમંત્રી મોદીની બાયોપિકમાં તેમનું કિરદાર અદા કરશે તેવી વાતો સામે આવી હતી. અને હવે પરેશ રાવલની એક તસવીર સામે આવી છે જેમાં તે ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલનાં રૂપમાં નજર આવી રહ્યાં છે.

    ખરેખરમાં પરેશ રાવલ ફિલ્મ 'ઉરી'માં NSAની ભૂમિકા અદા કરી રહ્યાં છે. આ ફિલ્મ ભારતીય સેના પર આતંકવાદીઓ દ્વારા 'ઉરી'માં હુમલા પર બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં વિકી કૌશલ અને યામી ગૌતમ લિડ રોલમાં છે. આ ફિલ્મનું ડિરેક્શન આદિય ઘર કરી રહ્યાં છે.



    આપને જણાવી દઇએ કે, જમ્મૂ-કશ્મીરનાં ઉરીમાં સેપ્ટેમ્બર 2016માં આતંકવાદીઓએ ભારતીય સેના ઉપર હુમલો કર્યો હતો જેમાં 19 ભારતીય જવાન શહીદ થયા હતાં. આ હુમલા બાદ ભારતીય સેનાએ જવાબ આપતા પાકિસ્તાનનાં કબ્જા વાળા કશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ ફિલ્મ તે આખી ઘટના પર આધારિત છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: First look, Movie, Paresh rawal, Surgical strike

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन