Satyameva Jayate 2નું પોસ્ટર રિલીઝ, જ્હૉન અબ્રાહમ છાતી ચીરીને બતાવશે ત્રિરંગો

News18 Gujarati
Updated: October 1, 2019, 3:46 PM IST
Satyameva Jayate 2નું પોસ્ટર રિલીઝ, જ્હૉન અબ્રાહમ છાતી ચીરીને બતાવશે ત્રિરંગો
સત્યમેવ જયતે 2નું પહેલું પોસ્ટર રિલીઝ

જ્હૉન અબ્રાહમ (John Abraham) ની ફિલ્મ 'સત્યમેવ જયતે 2' (Satyameva Jayate 2)માં જોરદાર પોસ્ટર ઉપરાંત ફિલ્મ સાથે જોડાયેલી બીજી અનેક ચીજ છે.

  • Share this:
આ દિવસોમાં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેતા જ્હૉન અબ્રાહમની આગામી ફિલ્મ પણ જબરદસ્ત ચર્ચામાં છે. આ ફિલ્મ બીજી કોઈ નહીં પણ જ્હૉનની આગામી ફિલ્મ 'સત્યમેવ જયતે 2' છે. તાજેતરમાં જ આ ફિલ્મનું પહેલું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. જ્હૉનની સાથે અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારનો ફર્સ્ટ લૂક પણ આ પોસ્ટરમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ અંગેના સમાચાર ઘણા દિવસોથી આવી રહ્યા હતા, પરંતુ તેમાં જ્હૉનનો ફર્સ્ટ લૂક હજુ બહાર આવ્યો નથી.

આ પોસ્ટરમાં ફિલ્મના બંને મુખ્ય અભિનેતાઓના ફર્સ્ટ લૂકની સાથે એક ટેગ લાઇન પણ શેર કરવામાં આવી છે. માનવામાં આવે છે કે આ ટેગ લાઇન ફિલ્મની કહાનીમાં મહત્વની ભૂમિકા નિભાવશે. ફિલ્મની ટેગ લાઇન કંઈક આ પ્રમાણે છે: 'તન મન ધન સે જન ગણ મન'. આ પોસ્ટર વિશેની રસપ્રદ બાબત જહૉન અબ્રાહમ પણ છે. પોસ્ટરમાં જહૉન પોલીસ અધિકારીનો યુનિફોર્મ પહેરેલો જોવા મળી રહ્યો છે અને તે બતાવી રહ્યો છે કે તેની છાતીમાં ત્રિરંગો છે. પોસ્ટરમાં જ્હૉનનો ક્રોધિત લબક પણ જોવા મળી રહ્યો છે. 'સત્યમેવ જયતે 2' નું પહેલું પોસ્ટર જુઓ.



બીજા પોસ્ટરમાં અભિનેત્રી દિવ્યા ખોસલા કુમાર જોવા મળી રહી છે. આ પોસ્ટરમાં એક સમાન ટેગલાઇન અને દિવ્યાનો સંપૂર્ણ લૂક છે. ઉડતા વાળ અને દુપટ્ટાથી ભારતનો નકશો બનતો દેખાય છે. આ ફિલ્મની રિલીઝની તારીખ ગાંધી જયંતી એટલે કે 2 ઑક્ટોબર 2020 રાખવામાં આવી છે. 'સત્યમેવ જયતે 2' ના દિગ્દર્શક મિલાપ ઝવેરીએ કહ્યું છે કે આ ફિલ્મ ડબલ એક્શન, ઇમોશન, દેશભક્તિ અને પંચથી ભરેલી હશે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.



જ્હૉન અબ્રાહમ વિશે વાત કરીએ તો 'સત્યમેવ જયતે 2' ઉપરાંત તેમની પાસે 'પાગલપંતી' અને 'મુંબઈ સાગા' જેવી ફિલ્મો પણ છે. તેમાંથી 'પાગલપંતી' આ વર્ષે રિલીઝ થઈ શકે છે. જોકે, તેની રિલીઝની તારીખ હજી જાહેર થઈ નથી. સત્યમેવ જયતે 2' ને આવતા વર્ષે જ્હોન અબ્રાહમની સૌથી મોટી ફિલ્મોમાં સામેલ કરી શકાય છે.
First published: October 1, 2019
વધુ વાંચો
अगली ख़बर