એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં ડ્રગ્સ મામલે NCBએ અત્યાર સુધીમાં ઘણાં સેલિબ્રિટીઝ પર તવાઇ મચાવી છે. હાલમાં જ NCBનીટીમે ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્ની શબાના સઇદ (Shabana Saeed) ની ડ્રગ્સ કેસમાં રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે મુંબઇનાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર, સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે ડ્રગ સંબંધિત કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતમાં જ્યારથી ડ્રગ્સનો મામલો સામે આવ્યો ત્યારથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બોલિવૂડ સંબંધિત લોકોના સ્થળો પર દરોડા પાડવાનું ચાલુ રાખ્યું છે.
એક અહેવાલ મુજબ બોલિવૂડ સેલિબ્રિટીઝ બાદ એનસીબીની ટીમે ઘણા બોલિવૂડ ડાયરેક્ટર અને નિર્માતાઓના ઘરે દરોડા પાડ્યા છે. શનિવારે રાત્રે દરોડાની કાર્યવાહી દરમિયાન એનસીબીની ટીમે બોલિવૂડના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના ઘરેથી ડ્રગ્સનો અમુક જથ્થો મળી આવ્યો છે. આ પછી એનસીબીની ટીમ હવે નડિયાદવાલાને સમન્સ મોકલવાની તૈયારી કરી રહી છે. આ મામલે જ્યારે ફિરોઝ નડિયાદવાલા સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, 'સત્ય બહાર આવશે, બસ મારા માટે પ્રાર્થના કરો.'
Film producer Firoz Nadiadwala's wife has been arrested today: Sameer Wankhede, Zonal Director of the Narcotics Control Bureau, Mumbai, on a drug-related case pic.twitter.com/jOhYmONtHF
પ્રખ્યાત ફિલ્મ સમિક્ષક અને બોલિવૂડનાં જાણકાર સુભષ કે ઝાએ સ્પોટબોય સાથે વાત કરતાં કહ્યું કે, ફિરોઝ નડિયાદવાલની પત્નીની ધરપકડ થઇ ગઇ છે. 'હું ફિરોઝને ગત 25 વર્ષથી જાણું છું, જ્યારે મને માલૂમ થયુ કે તેનાં ઘરે NCBની રેડ પડી છે અને શબાનાની ધરપકડ થઇ છે ત્યારે હું ઘણો જ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. જ્યારે રાઇટર અને ડિરેક્ટર નીરજ વોરા બીમાર પડ્યાં તાં અને કોમામાં ચાલ્યા ગયા હતાં તો ફિરોઝ તેનાં ઘરે તેમને લઇ ગયો તો અને તેમનાં ઘરનાં એક રૂમને હોસ્પિટલમાં ફેરવી દીધુ હતું. જ્યાં નીરજનું ધ્યાન સતત રાખવામાં આવતું હતું.'
જ્યારે મે તેમન આ વિશે પુછ્યુ તો ફિરોઝે કહ્યું હતું કે, પૈસાનું શું છે સુભાષ, તે આવે જાય છે. રહે છે તો માત્ર કર્મ, હાલમાં જ જ્યારે તેમણે નાના પાટેકરને એક વેબ સીરીઝ માટે સાઇન કર્યાં તો તેમનાં ઉપર ચાલી રહેલાં મીટૂ પર બોલ્યા, ભાઇ આપણે કોઇ નથી હોતા કોઇને જજ કરનારા, આ કામ ઉપરવાળા પર છોડી દો, આજે ફિરોઝ નડિયાદવાલા પોતે મુશ્કેલ પરિસ્થિતિમાં છે જ્યારે મે તેમની વાત કરી તો તેને કહ્યું સત્ય જરુર સામે આવશે, બસ મારા માટે પ્રાર્થના કરો.
આપને જણાવી દઇએ કે, શનિવારે મોડી રાત્રે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈના ઘણા બોલિવૂડ ડાયરેક્ટર અને નિર્માતાઓના ઘરે દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ એનસીબીની ટીમને ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના ઘરેથી 10 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. NCB ટીમે નડિયાદવાલાના ત્રણ ફોન પણ કબજે કર્યા છે. જ્યારે એનસીબીએ નડિયાદવાલાના ઘરે દરોડો પાડ્યો ત્યારે તે હાજર નહોતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર