ફાતિમા સના શેખનાં ઘરે લાગી આગ પર ફાયરબ્રિગેડે મેળવ્યો કાબૂ, એક્ટ્રેસે માન્યો આભાર

ફાતિમા સના શેખનાં ઘરે લાગી આગ પર ફાયરબ્રિગેડે મેળવ્યો કાબૂ, એક્ટ્રેસે માન્યો આભાર
ફાતિમા સના શેખનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી

ફાતિમા સના શેખે (Fatima Sana Sheikh)એ તેની ઇન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરીમાં ફાયર બ્રિગેડ (Fire Brigade)ની ગાડીનો ફોટો શેર કરી મુંબઇ ફાયર બ્રિગેડને ટેગ કરી તેમનો આભાર માન્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'દંગલ' ફેમ એક્ટ્રેસ ફાતિમા સના શેખ (Fatima Sana Shaikh)એ સોશિયલ મીડિયાનાં માધ્યમથી જાણકારી આપી છે કે મુંબઇ (Mumbai)માં તેનાં ઘર પર આગ લાગી ગઇ છે. ફાતિમાની પોસ્ટ મુજબ આગ વધુ ફેલાઇ નથી. ફાતિમાએ ગુરુવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર સ્ટોરી પોસ્ટ કરી આ વાતની માહિતી આપી હતી.

  તેમણે તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે, 'હાલમાં મારા ઘરમાં આગ લાગી હતી. ગભરામણમાં મે તુરંત ફાયર ડિપાર્ટમેન્ટને ફોન કર્યો અને થોડા જ સમયમાં તેઓ મારા ઘર પર આવી તેણે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો. થેન્ક યૂ સો મચ.. મુંબઇ ફાયર બ્રિગેડ.'
  Fatima Sana Sheikh(ફોટો: ફાતિમાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પરથી)


  ફાતિમાએ તેનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફાયર બ્રિગેડની ગાડીનો ફોટો શેર કર્યો હતો. જેમાં મુંબઇ ફાયર બ્રિગેડને તેણે ટેગ કરી તેનો આભાર માન્યો હતો. હાલમાં જ ફાતિમાની ફિલ્મ 'લૂડો' નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી.  ફિલ્મમાં તેનાં કામનાં ઘણાં વખાણ થઇ રહ્યાં છે. ફિલ્મને અનુરાગ બાસુ ડિરેક્ટ કરી રહ્યાં હતાં. લૂડોમાં ફાતિમાની સાથે પંકજ ત્રપાઠી, રાજકુમાર રાવ, અભિષેક બચ્ચન, સાન્યા મલ્હોત્રા, આદિત્ય રોય કપૂર અને આશા નેગી જેવાં ઘણાં કલાકાર નજર આવ્યાં હતાં

  ફાતિમાની બીજી ફિલ્મ સૂરજ પર મંગલ ભારી થોડા દિવસ પહેલાં જ રિલીઝ થઇ હતી. લોકડાઉન બાદ આ પહેલી ફિલ્મ હતી જે સિનેમા હોલમાં લાગી હતી.
  Published by:Margi Pandya
  First published:December 04, 2020, 16:19 pm

  ટૉપ ન્યૂઝ