આંખ મારીને લાખોને 'ઘાયલ' કરનારી પ્રિયા સામે હૈદરાબાદમાં ફરિયાદ

વીડિયો વાયરલ થયા બાદ પ્રિયા પ્રકાશને બોલિવૂડમાંથી પણ ફિલ્મમાં ઓફર મળી રહી છે

વીડિયો વાયરલ થયા બાદ પ્રિયા પ્રકાશને બોલિવૂડમાંથી પણ ફિલ્મમાં ઓફર મળી રહી છે

 • Share this:
  સંજય શ્રીવાસ્તવ

  રાતો-રાત ઇન્ટરનેટ પર પ્રસિદ્ધ થઇ જનારી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર સામે હૈદરાબાદમાં ફરિયાદ દાખલ થઈ છે. અહીંના અમુક મુસ્લિમ યુવકોએ પ્રિયા પ્રકાશ પર 'મનિક્યા મલારયા પૂવી' ગીતના નિર્માતાઓ સામે લોકોની લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો છે.

  મળી રહેલી માહિતી પ્રમાણે, ફરિયાદ કરનાર લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે આ ગીતથી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ ગીતના શબ્દોનું અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવે તો તેમાં પૈગમ્બર મોહમ્મદનું અપમાન થયું છે.

  નોંધનીય છે કે 'ઓરુ અદાર લવ' ફિલ્મનું આ ગીત શાન રહેમાને કમ્પોઝ કર્યું છે. આ ગીતની એક ક્લિપિંગ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વાયરલ થઈ રહી છે, જેના કારણે પ્રિયા રાતો-રાત ફેમસ થઈ ગઈ હતી.

  યુ-ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા બાદ આ ક્લિપિંગને 20 કલાકમાં 10 લાખથી વધારે વખત જોવામાં આવી હતી.

  બોલિવૂડમાંથી મળી રહી છે ઓફર

  વીડિયો વાયરલ થયા બાદ પ્રિયા પ્રકાશને બોલિવૂડમાંથી પણ ફિલ્મમાં ઓફર મળી રહી છે. News18ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રિયાએ જણાવ્યું હતું કે, 'પિંક' ફિલ્મના ડિરેક્ટરે તેમને ફોન કરીને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: