KBC અને અમિતાભ બચ્ચન વિરુદ્ધ કેસ, મનુસ્મૃતિ અંગે જોડાયેલાં સવાલ પર થઇ બબાલ

KBC અને અમિતાભ બચ્ચન વિરુદ્ધ કેસ, મનુસ્મૃતિ અંગે જોડાયેલાં સવાલ પર થઇ બબાલ
KBC અને અમિતાભ બચ્ચન વિરુદ્ધ FIR દાખલ

કૌન બનેગા કરોડપતિ (KBC In Legal Trouble) મામલે વિવાદ ઉભો થયો છે. આ વિવાદ એક પ્રશ્નને લઇને થયો છે. ઉત્તર પ્રદેશનાં લખનઉમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને કૌન બનેગા કરોડપતિનાં મેકર્સ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં શંહેશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં તેમનાં શો કૌન બનેગા કરોડપતિનાં 12મી સિઝન (Kaun Bangega Crorepati 12) સિઝનનું શૂટિંગ કરી રહ્યાં છે. આ ટીવી ઇન્ડસ્ટ્રીનાં સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક છે. પણ જયારે આ શો અંગે વિવાદ (KBC In Legal Trouble) ઉભો થયો છે. આ વિવાદ એક પ્રશ્ન બાબતે થયો છે. ઉત્તર પ્રદેશનાં લખનઉમાં અમિતાભ બચ્ચન અને કૌન બનેગા કરોડપતિનાં મેકર્સ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    અમિતાભ બચ્ચન અને KBCનાં મેકર્સ પર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ખરેખરમાં KBCનાં એક એપિસોડમાં આંબેડકર અને મનુસ્મૃતિ અંગે સવાલ પુછવામાં આવ્યો હતો જે અંગે બિગ બી અને KCBનાં મેકર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.



    એક એપિસોડ દરમિયાન સામાજિક કાર્યકર્તા બેજવાડા વિલ્સ અને એક્ટર અનૂપ સોની હોટસીટ પર હતાં ત્યારે બિગ બીએ 6.40 લાખ રૂપિયા માટે પ્રશ્ન કર્યો હતો કે, '25 ડિસેમ્બર, 1927નાં ડોક્ટર આંબેડકર અને તેમનાં સમર્થકોએ કયા ધાર્મિક પુસ્તકની કોપીઓ બાળી હતી. આ પ્રશ્નનાં ઓપ્શન હતાં A વિષ્ણુ પુરાણ, B ભાગવદ્દીતા, C ઋગવેદ D મનુસ્મૃતિ.'

    આ સવાલનો જવાબ હતો મનુસ્મૃતિ. જે બાદ બિગ બીએ દર્શકોને આ સંપૂર્ણ ઘટનાનું વિવરણ કર્યું હતું. પણ હવે સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ થઇ રહ્યો છે. યૂઝર્સનાં વિરોધ મુજબ, હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે કારણ કે, આ સવાલનાં ઓપ્શનમાં તમામ ઓપ્શન હિન્દૂ ધર્મની બૂકનાં આપવામાં આવ્યાં હતાં.
    Published by:Margi Pandya
    First published:November 03, 2020, 13:44 pm

    ટૉપ ન્યૂઝ