સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં સલખાન ખાન સહિત 8 વિરુદ્ધ કેસ નોંધાયો

સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં સલખાન ખાન સહિત 8 વિરુદ્ધ કેસ નોંધાયો
તેવામાં સોશિયલ મીડિયામાં બોલિવૂડ નેપોટિઝ્મને લઇને કરણ જોહર (Karan Johar)ને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. વળી સોશિયલ મીડિયા પર કરણ જોહર અને આલિયા ભટ્ટના ફોલોવર્સની સંખ્યા પણ ઓછી થઇ રહી છે.

સલમાન ખાન ઉપરાંત કરણ જૌહર, એકતા કપૂર, સંજય લીલી ભણસાલી, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાલાની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો

 • Share this:
  મુઝફ્ફરપુરઃ બૉલિવૂડના ઉભરતા સુપરસ્ટાર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા (Sushant Singh Rajput Suicide Case)નો મામલો હવે વેગ પકડતો જાય છે. આ ઘટના બાદ જ્યાં બૉલિવૂડના અનેક સ્ટાર્સની વિરુદ્ધ પટનામાં વિરોધ પ્રદર્શન થયું હતું તો બીજી તરફ આત્મહત્યાના આ મામલામાં બિહારના મુઝફ્ફરપુરમાં બૉલિવૂડના ભાઈજાન તરીકે ઓળખાતા સલમાન ખાન (Salman Khan) સહિત 8 ફિલ્મી હસ્તીઓ પર કેસ નોંધવામાં આવ્યો છે.

  આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ  મળતી જાણકારી મુજબ, મુઝફ્ફરપુરની CGM કોર્ટમાં સલમાન ખાન ઉપરાંત કરણ જૌહર, એકતા કપૂર, સંજય લીલી ભણસાલી, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાલાની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ તમામ પર સુશાંતસિંહ રાજપૂતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બિહારના મુઝફ્ફરપુરમાં આ કેસ સુધીર ઓઝાએ કર્યો છે.

  આ કલમો હેઠળ નોંધાયો કેસ

  જે લોકોની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે તેમની પર આઈપીસીની કલમ 306, 109, 504 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં કોર્ટની સુનાવણી 3 જુલાઈના રોજ હાથ ધરાશે. આ પહેલા બુધવારે જ સુશાંતસિંહ રાજપૂતના પિતા કે. કે. સિંહ પોતાના દીકરાની અસ્થિઓ લઈને પટના પહોંચ્યા છે. પરિવાર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે સુશાંતની અસ્થિઓ પટનાના કોઈ ગંગા ઘાટ પર પ્રભાવિત કરવામાં આવશે.

  આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કરવા કેમ મજબૂર થયો? પોલીસે આ 6 લોકોની કરી પૂછપરછ

  પટનામાં થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન

  સુશાંતના મોતને લઈને બિહારમાં લોકોનો ગુસ્સો પણ ચરમ પર છે. મંગળવારે પાટનગર પટના સહિત અન્ય સ્થળો પર તેમના મોતની તપાસની માંગને લઈ વિરોધ પ્રદર્શન પણ થયા હતા.

  (ઇનપુટઃ સુધીર કુમાર)

  આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતના મોતના સમાચાર સાંભળી ઘેરો આઘાત લાગતાં તેમના ભાભીનું નિધન
  Published by:News18 Gujarati
  First published:June 17, 2020, 14:23 pm

  ટૉપ ન્યૂઝ