Home /News /entertainment /FIR Against Bharti Singh: હાથ જોડીને માફી માંગવાં છતાં સિખ સમુદાયે કોમેડિયન વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
FIR Against Bharti Singh: હાથ જોડીને માફી માંગવાં છતાં સિખ સમુદાયે કોમેડિયન વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
ભારતી સિંહે માફી માંગી પણ કંઇ ફરક ન પડ્યો, FIR થઇ દાખલ
FIR Against Bharti Singh: વિવાદ વણસી જતા ભારતીએ હાથ જોડીને શીખ સમુદાયની માફી માંગી હતી. પરંતુ શીખ સમુદાય તેને માફી આપવાના મૂડમાં બિલકુલ નથી. જે બાદ SGPCએ ભારતી સિંહના વિરુદ્ધ IPCના સેક્શન 295-A અંતર્ગત પોલીસમાં FIR દાખલ કરાવી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડિયન ભારતી સિંહ પોતાના એક જૂના વિડીયોને લઈને કાનૂની દાવપેચમાં ફસાઈ ગઈ છે. ભારતી સિંહે દાઢી-મૂછ પર મજાક કરતા શીખ સમુદાય તેનાથી નારાજ થઇ ગયો છે. જેને લઈને અમૃતસરમાં તેના વિરોધમાં પ્રદર્શન થયા હતા અને સાથે જ તેના પર એક્શન લેવાની પણ વાતો થઇ રહી હતી.
વિવાદ વણસી જતા ભારતીએ હાથ જોડીને શીખ સમુદાયની માફી માંગી હતી. પરંતુ શીખ સમુદાય તેને માફી આપવાના મૂડમાં બિલકુલ નથી. જે બાદ SGPCએ ભારતી સિંહના વિરુદ્ધ IPCના સેક્શન 295-A અંતર્ગત પોલીસમાં FIR દાખલ કરાવી છે.
જાણો, શું હતો આખો મામલો
ભારતીના શોમાં એક્ટ્રેસ જાસ્મીન ભસીન ગેસ્ટ તરીકે આવી હતી. આ શોમાં ભારતીએ કહ્યું હતું કે, દાઢી-મૂંછ કેમ ન જોઈએ? તેણે કહ્યું હતું કે, દૂધ પીધા બાદ દાઢી મોઢામાં નાંખો તો સેવૈયાનો ટેસ્ટ આવે છે. મારી ઘણી બધી ફ્રેન્ડ્સ જેમના હમણાં લગ્ન થયા છે, તેઓ આખો દિવસ દાઢી-મૂંછમાંથી જૂ કાઢવામાં વ્યસ્ત છે.
જે બાદ ભારતીએ તેના સોશ્યલ મીડિયા પેજ પર એક વિડીયો શેર કરીને માફી માંગી હતી. તેણે કહ્યું હતું કે, 'મારો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો મને સેન્ડ કરે છે અને પૂછે છે કે તમે દાઢી-મૂંછની મજાક ઉડાવી છે? હું એ વિડીયો 2 દિવસથી વારંવાર જોઈ રહી છું અને તમને પણ કહું છું કે તમે પણ એ વિડીયો જુઓ.'
તેણે વધુમાં કહ્યું કે, "મેં ક્યારેય કોઈ ધર્મ કે જાતિ વિષે કંઈ જ નથી કહ્યું, જે આ ધર્મના લોકો દાઢી રાખે છે અને આ પ્રોબ્લેમ થાય છે. પંજાબીઓ માટે નથી કહ્યું કે તેઓ દાઢી રાખે છે અને પ્રોબ્લેમ થાય છે. હું જનરલી વાત કરતી હતી, કોમેડી કરી રહી હતી મારી મિત્ર સાથે. દાઢી-મૂંછ તો આજકાલ દરેક રાખે છે, પરંતુ જો મારી આ વાતથી જો કોઈ ધર્મના લોકોને દુઃખ પહોંચ્યું છે, તો હું હાથ જોડીને માફી માંગુ છું. હું ખુદ પંજાબી છું અને અમૃતસરમાં જન્મી છું. હું પંજાબનું માન રાખીશ અને મને ગર્વ છે કે હું પંજાબી છું."
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર