ધ એક્સીડેન્ટલ PM: અનુપમ ખેર સહિત 16 વિરુદ્ધ બિહારમાં થયો કેસ

News18 Gujarati
Updated: January 8, 2019, 4:44 PM IST
ધ એક્સીડેન્ટલ PM: અનુપમ ખેર સહિત 16 વિરુદ્ધ બિહારમાં થયો કેસ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બહુચર્ચિત ફિલ્મ 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' રિલીઝ પહેલા ફરી એકવાર વિવાદોમાં ફસાઈ રહી છે. બિહારની મુજફ્ફરપુર કોર્ટે ફિલ્મના અભિનેતા અનુપમ ખેર સહિત 16 લોકો વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ આદેશ બાદ જિલ્લાના કાંટી પોલીસ સ્ટેશનમાં આ તમામ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી.

'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' ફિલ્મની વિરુદ્ધ એડવોકેટ સુધીર ઓઝાએ બદનક્ષીનો દાવો કર્યો હતો. તેમાં વાદીએ ફિલ્મમાં પૂર્વ પીએમ મનમોહન સિંઘની છબિ ખરાબ કરવા અને દેશની છબિ ખરડવાનો પણ આરોપ લગાવ્યો હતો.

સુધીર ઓઝાએ આરોપ લગાવ્યો કે પૂર્વ પીએમ મનમોહન સિંઘ સહિત દેશના અનેક નેતાઓની છબિને બગાડવાની નિયતથી જ આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં દેશની સુરક્ષા વ્યવસ્થાની સાથે પણ રમત રમવામાં આવી છે.

એસડીજેએમ વેસ્ટની કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કેસમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું પાત્ર ભજવી રહ્યા છે.

'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' ફિલ્મમાં અમર સિંહનું પણ મહત્વપૂર્ણ પાત્ર છે. આ રોલને કોણ કરી રહ્યું છે? તે વાતનો ખુલાસો અમર સિંહે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કર્યો હતો. સંજય બારુના પુસ્તક પર બનેલી ફિલ્મ 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પર રાજ્યસભા સાંસદ અમર સિંહનું કહવું છે કે, ફિલ્મ હકીકતથી ખૂબ જ નજીક છે. અમર સિંહનો દાવો છે કે ફિલ્મમાં તેમનું પાત્ર ભજવવા માટે ખૂબ તેમને ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેઓએ કોઈને આપેલા વાયદાના કારણે ફિલ્મ કરવાની ના પાડી હતી.

(ઇનપુટ- સુધીર કુમાર)
First published: January 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading